Site icon

વાહ, આ સંગઠનોએ મળીને કર્યું પાલતું પ્રાણીઓને વેકસીનેટેડ કરવાનું કામ;જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 13 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

બુધવાર

તમે ઘણાં લોકોને રસ્તા પર રખડતાં કૂતરા-બિલાડી જેવા પાલતું પ્રાણીઓને ખાવાનું ખવડાવતા જોયાં હશે. પણ હાલમાં જ સ્ટ્રે હેપ્પી ફાઉન્ડેશન અને જુહુ-વર્સોવા એનિમલ સીટીઝન ગ્રુપે સંયુક્ત રીતે એક દિવસનો કૂતરાઓ અને બિલાડીઓ માટે વેકસીનેશન અભિયાન જુહુમાં રાખ્યું હતું.

આ બાબતે ન્યુઝ કન્ટીન્યુઝ સાથે વાત કરતાં, જુહુ-વર્સોવા એનિમલ સીટીઝન ગ્રુપના નિધી ચતુર્વેદીજી એ જણાવ્યું હતું કે, “5 ઓક્ટોબરના રોજ તેમણે સ્ટ્રે હેપ્પી ફાઉન્ડેશન સાથે મળીને, જુહુ બીચ પર સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી કુતરાઓ અને બિલાડીઓનું વેકસીનેશન કર્યું હતું. આ સાથે તેમના કાન સાફ કર્યા અને નખ પણ કાપ્યા હતાં. તેઓ એ બિરલા ગાર્ડન, ગાંધી ગ્રામ, જુહુ ,રૂહિયા અને જુહુ બીચ વગેરે વિસ્તારના કુતરા-બિલાડીને વેકસીનેટ કર્યા હતા.”

આંતર ધર્મ/જાતિમાં વિવાહ કરવા માટે અને નિભાવી રાખવા માટે આ રાજ્ય દ્વારા યુગલ દંપતિઓને પુરસ્કારિત કરવામાં આવ્યાં; જાણો વિગતે

આ અભિયાન વિશે વધુમાં, સ્ટ્રે હેપ્પી ફાઉન્ડેશનના માધવી ચતુર્વેદીજી એ જણાવ્યું હતું કે, “આ અભિયાનમાં અમે કુલ 131 કૂતરાઓ અને 25 બિલાડીઓનું રસીકરણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કૂતરાઓના સારા સ્વાસ્થ્ય માટે ન્યુટરિંગ પહેલા વેકસીનેશન કરવું આવશ્યક છે.  આ દરમિયાન તેમને 9 ઈન 1 વેક્સીન આપવામાં આવી, સ્પોટ ઓન ફોર ટીક્સ, ડિવોર્મિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે દરેક વેકસીનેટેડ કુતરા અને બિલાડીને નવો પટો પણ આપવામાં આવ્યો હતો.”

માધવી ચતુર્વેદીજી એ લોકોને સંદેશ પાઠવ્યો હતો કે, “લોકોએ પોતાની આસ-પાસ ના કૂતરાઓને ખાવાનું તો આપવું જ જોઈએ, પણ સાથે કુતરાઓનું પોપ્યુલેશન ન વધે તે હેતુથી તેઓનું ન્યુટરિંગ પણ કરાવવું જોઈએ. અને તેઓની સાથે પ્રેમથી વર્તવું જોઈએ કેમકે એ પણ પ્રેમના ભૂખ્યા છે.”

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version