Site icon News Continuous Bureau | Mumbai

Jogeshwari accident: જોગેશ્વરીમાં નિર્માણાધીન ઈમારતે યુવતીનો ભોગ લીધો: સિમેન્ટની ઈંટ માથે પડતાં ૨૨ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ

મુંબઈ: મુંબઈના જોગેશ્વરીમાં દુઃખદ ઘટના બની છે, જ્યાં એક નિર્માણાધીન ઇમારત પરથી સિમેન્ટની ઈંટ પડતાં એક ૨૨ વર્ષની યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું

Mumbai Crime News સુરતમાં અપહરણ, મુંબઈમાં હત્યા; ટ્રેનના AC કોચના શૌચાલયમાં મળ્યો ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ

Mumbai Crime News સુરતમાં અપહરણ, મુંબઈમાં હત્યા; ટ્રેનના AC કોચના શૌચાલયમાં મળ્યો ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ

News Continuous Bureau | Mumbai 
Jogeshwari accident આ દુર્ઘટના જોગેશ્વરી પૂર્વમાં સવારે આશરે ૯:૩૦ વાગ્યે બની હતી. મૃતક યુવતીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ પૂરો કર્યો હતો અને આ ઘટનાના માત્ર ૪-૫ દિવસ પહેલાં જ ગોરેગાંવની એક બેન્કમાં નોકરીએ જવાનું શરૂ કર્યું હતું.મૃતક યુવતી જોગેશ્વરી પૂર્વમાં તેના પરિવાર સાથે રહેતી હતી.યુવતીના પિતાના જણાવ્યા મુજબ, તે નિયમિત સમય મુજબ નોકરી પર જવા ઘરેથી નીકળી હતી.પિતા જ્યારે ઘરમાં નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે તેમને બહારથી બૂમો સંભળાઈ. તેઓ બહાર ગયા અને જોયું તો ત્યાં મોટી ભીડ એકઠી થયેલી હતી. ભીડમાં આગળ જતાં તેમણે જોયું કે તેમની પુત્રી લોહીના ખાબોચિયામાં જમીન પર પડેલી છે.

આ સમાચાર પણ વાંચો : Maharashtra monsoon retreat: મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય; દક્ષિણ અને ઉત્તર ભારતમાં હજુ વરસાદની આગાહી

Join Our WhatsApp Channel

તપાસ કરતાં જાણવા મળ્યું કે એક ઊંચી બિલ્ડિંગ પરથી સિમેન્ટની સફેદ ઈંટ યુવતીના માથા પર પડી હતી. ઊંચાઈ પરથી ઈંટ પડવાને કારણે માથામાં ગંભીર ઈજા થઈ હતી અને વધારે પડતું લોહી વહી જવાથી તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
સ્થાનિક લોકોએ તરત જ યુવતી ને રિક્ષામાં નજીકની હૉસ્પિટલમાં પહોંચાડી હતી, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.ઘટનાની જાણ થતાં જ મેઘવાડી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે યુવતીના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

Malad Child Labour Rescue મલાડમાં ઈમિટેશન જ્વેલરી યુનિટમાંથી ૧૭ સગીર બાળમજૂરો મુક્ત ૧૦ બાય ૧૨ની ઓરડીમાં ૧૫૧૬ કલાક અમાનવીય મજૂરી, સંચાલક ઝડપાયો
Palghar Upsarpanch Extortion Arrest ₹૮૦ લાખની ખંડણી માંગવાના કેસમાં પાલઘરના ઉપસરપંચ સહિત બે ખંડણીખોરોની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચે રમકડાંની નકલી નોટો આપી રંગેહાથ ઝડપ્યા
Kandivali Station Ticket Checking Clash પશ્ચિમ રેલવેના કાંદિવલી સ્ટેશને ટિકિટ ચેકિંગ વખતે ભારે હોબાળો મુસાફર મહિલાના કપડાં ફાટ્યા, મહિલા ટીટીઈ ઈજાગ્રસ્ત થતાં અફરાતફરી
Externment Order Violation Khar Arrest તડીપારનો આદેશ ભંગ કરી મુંબઈમાં ઘૂસેલો રીઢો ગુનેગાર ખાર સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો પોલીસે છટકું ગોઠવી દબોચ્યો
Exit mobile version