Site icon News Continuous Bureau | Mumbai

Zeeshan Siddique Death Threat: 10 કરોડ રૂપિયા આપ, નહીં તો તારા પિતાની જેમ…, બાબા સિદ્દીકીના દીકરા જીશાન સિદ્દીકીને મળી ધમકી; મુંબઈ પોલીસ થઈ દોડતી…

Zeeshan Siddique Death Threat: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના નેતા ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR પણ નોંધી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, તેમના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

Zeeshan Siddique Death Threat Baba Siddique's son Zeeshan Siddique receives death threat via email

Zeeshan Siddique Death Threat Baba Siddique's son Zeeshan Siddique receives death threat via email

News Continuous Bureau | Mumbai  

 Zeeshan Siddique Death Threat: કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને એક ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાનું કહેવાય છે. ઝીશાને આ અંગે પોલીસને જાણ કરી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસ ઝીશાનના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને પહોંચી.  

Join Our WhatsApp Channel

Zeeshan Siddique Death Threat: 10 કરોડ રૂપિયાની ખંડણી..

 મીડિયા રિપોર્ટ મુજબ ઝીશાન સિદ્દીકીએ દાવો કર્યો છે કે ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે જો તે ડી-કંપનીના સભ્ય હોવાનો દાવો કરતા વ્યક્તિને 10 કરોડ રૂપિયા નહીં ચૂકવે તો તેને પણ તેના પિતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે. પોલીસે નિવેદન નોંધ્યું છે. આના કારણે અમારો પરિવાર ખૂબ જ પરેશાન છે.

 Zeeshan Siddique Death Threat: તારા પિતા સાથે જે થયું તે તારી સાથે પણ થશે…

ઝીશાન સિદ્દીકીને એક વ્યક્તિગત મેઇલ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે, “તારા પિતા સાથે જે થયું તે તારી સાથે પણ થશે.” ઈમેલ મોકલનાર વ્યક્તિએ એમ પણ કહ્યું છે કે આવા ઈમેલ દર છ કલાકે મોકલવામાં આવશે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ મળ્યા બાદ બાંદ્રા પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ ધમકી આપવા અને ખંડણી માંગવા બદલ કેસ નોંધ્યો છે. મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે કે ધમકીઓ કોણ આપી રહ્યું છે અને શા માટે આપવામાં આવી રહી છે?

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત, એક મહિનામાં ચાર વખત મળ્યા અજિત પવાર-શરદ પવાર; ચર્ચાઓ તેજ..

 Zeeshan Siddique Death Threat: બાબા સિદ્દીકીની હત્યા પાછળ  ‘ડી-કંપની’નો હાથ 

તેમણે કહ્યું કે ઈ-મેલ મોકલનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે બાબા સિદ્દીકીની હત્યા પાછળ લોરેન્સ બિશ્નોઈ ગેંગ નહીં પણ ‘ડી-કંપની’નો હાથ છે. ‘ડી-કંપની’ એ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના મુંબઈમાં સંગઠિત ગુના સિન્ડિકેટને આપવામાં આવેલું નામ છે. ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ કહ્યું, “વારંવાર મળતા ઈમેલથી કંટાળીને મેં બાંદ્રા પોલીસનો સંપર્ક કર્યો.

  Zeeshan Siddique Death Threat: ગયા વર્ષે બાબા સિદ્દીકીની હત્યા કરવામાં આવી હતી

ગયા વર્ષે 12 ઓક્ટોબરના રોજ ઝીશાન સિદ્દીકીના પિતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. ત્યારથી, મુંબઈ પોલીસે ઝીશાન સહિત બાબા સિદ્દીકી પરિવારની સુરક્ષા વધારી દીધી હતી.

 

 

ED Arrests Lawyer In Mega Cyber Fraud ₹૨૮,૦૦૦ કરોડના સાયબર ફ્રોડ કેસમાં ED ની મોટી કાર્યવાહી, મુંબઈ એરપોર્ટ પરથી વકીલની ધરપકડ
Bandra West Drug Bust બાંદ્રા વેસ્ટમાંથી ₹૧.૫ કરોડનું દોઢ કિલો ચરસ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીને દબોચ્યો
Mumbai ANC Drug Bust એન્ટી નાર્કોટિક્સ સેલનો સપાટો, બોરીવલીમાંથી ₹૩.૦૮ કરોડના એમડી ડ્રગ્સ સાથે ૩ રીઢા પેડલર ઝડપાયા
E100 Fuel Vehicles Approval પેટ્રોલ પંપના મોંઘા ભાવથી કાયમી મુક્તિ? આવી રહી છે ૧૦૦% ઇથેનોલ પર દોડતી ગાડીઓ! જાણો સરકારના ઐતિહાસિક નિર્ણયની સંપૂર્ણ વિગત
Exit mobile version