ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
કોરોના મહામારીથી ઝઝૂમી રહેલું મુંબઈ શહેર ધીમે ધીમે બહાર આવી રહ્યું છે.
શુક્રવારે મુંબઈમાં કોવિડને કારણે કોઈ દર્દીનું મોત થયું નથી.
ફેબ્રુઆરી મહિનામાં આ છઠ્ઠી વખત છે જ્યારે કોરોનાને કારણે કોઈનું મોત થયું નથી.
મુંબઈમાં 21,508 પરીક્ષણ બાદ 128 નવા કોવિડ દર્દીઓ મળી આવ્યા છે.
એટલે કે હાલ મુંબઈનો પોઝીટીવીટી રેટ 0.59 ટકા છે.
જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં કોવિડ ટેસ્ટિંગમાં લગભગ 50 ટકાનો ઘટાડો થયો છે.
જાન્યુઆરી મહિનામાં મુંબઈમાં 15 લાખ ટેસ્ટ થયા હતા, પરંતુ 23 ફેબ્રુઆરી સુધી માત્ર 7 લાખ ટેસ્ટ જ થયા હતા.
લ્યો બોલો, શિવસેનાના આ નગરસેવકના ઘરે 24 કલાક બાદ પણ ઈન્કમટેક્સની છાપામારી ચાલુ.. જાણો વિગત
