Site icon

જિંદગી, જિંદાદિલીનું નામ… આ Zomato Boy વ્હીલચેર બાઈક પર પહોંચાડે છે ભોજન, જુઓ વીડિયો..

Zomato agent delivering food on wheelchair video goes viral

જિંદગી, જિંદાદિલીનું નામ… આ Zomato Boy વ્હીલચેર બાઈક પર પહોંચાડે છે ભોજન, જુઓ વીડિયો..

News Continuous Bureau | Mumbai

હાલના દિવસોમાં Zomatoના એક ડિલિવરી બોયનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમે પણ આ વ્યક્તિની હિંમતને સલામ કરશો. વિકલાંગ હોવા છતાં પણ આ વ્યક્તિએ પોતાનો ઉત્સાહ ગુમાવ્યો નથી અને તે વ્હીલચેરમાં બેસીને ઘરે-ઘરે ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. જેમણે એક સમયે આ વ્યક્તિને દયાની નજરે જોતા હતા, આજે તે પોતાના પગ પર ઉભો છે અને પોતાની જવાબદારી નિભાવી રહ્યો છે. ડિલિવરી બોયનો આ વીડિયો દરેકના દિલને સ્પર્શી રહ્યો છે. કેટલાક ભાવુક પણ થઈ રહ્યા છે.

Join Our WhatsApp Community

વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે Zomato ડિલિવરી એજન્ટ વ્હીલચેર બાઇક પર જઈ રહ્યો છે. આ વ્યક્તિએ વિડિયોમાં કહ્યું છે કે મારો ફ્રેન્ડ જ્યારે ઘાટકોપર-અંધેરી લિંક રોડ પર હતો ત્યારે આ ડિલિવરી બોયને મળ્યો. તેણે તાજેતરમાં zomato સાથે ડિલિવરી બોય તરીકે કામ કરવાનું શરૂ કર્યું.. હું આદર કરું છું
@zomato ઇન્ડિયા આવા લોકોને નોકરી પર રાખવા અને તેમનામાં વિશ્વાસ રાખવા માટે. તેની હિંમતવાન યાત્રા દરેક સાથે શેર કરો.

ઉલ્લેખનીય છે કે મોટાભાગે લોકોએ બાઈક પર જ ખોરાક પહોંચાડતા જોયા હશે. પરંતુ જ્યારે લોકોએ આ વ્હીલચેર ફૂડ ડિલિવરી એજન્ટને જોયો ત્યારે લોકો ભાવુક થઈ ગયા.

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં Jio ફાઇબર ઈન્ટરનેટ નેટવર્કના કેબલ કાપવાની ઘટના થયો વધારો, પોલીસે આદરી તપાસ..

Mumbai crime news: મુંબઈ ક્રાઇમ: ચોકીદાર જ નીકળ્યો ચોરીનો ‘માસ્ટરમાઇન્ડ’!
Mumbai student assault: હોમવર્ક ન કરવા બદલ વિદ્યાર્થિની પર શિક્ષિકાનો અત્યાચાર: મુંબઈમાં ૧૩ વર્ષની બાળકીને લાકડીથી માર માર્યો
Mumbai Murder: ધીમા ઝેરથી મારી નાખવાનો આરોપ: મુંબઈમાં મહિલાના મૃત્યુ કેસમાં સાસરિયાં સહિત આટલા ની થઇ ધરપકડ
Mumbai Metro: પર્યાવરણપૂરક મુંબઈ મેટ્રો: ‘સ્વચ્છ મુંબઈ’ના સંકલ્પ સાથે ગ્રીન ફ્યુચર તરફની મુસાફરી
Exit mobile version