ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
10 ઓક્ટોબર 2020
ચૌદ મહિના પહેલા વાશીમાં એક યુવતી ટ્રાફિક પોલીસ સાથે દલીલ કરી રહી હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો. પોલીસ સાથે તકરાર કરી રહેલી આ યુવતી એક એપ બેઝ ફૂડ કંપનીની ગર્લ તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તેને હાલમાં જ 14 મહિના પછી જામીન મળી ગયા છે અને ભાયખલા જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ આ યુવતીએ જણાવ્યું હતું કે, હવે જ્યારે તે સામાન્ય જીવનમાં પાછી ફરી ગઈ છે, જે એક મોટો પડકાર છે. એક સામાજીક સંસ્થાએ આ યુવતીને જેલમાંથી છૂટા કરાવાના પ્રયાસ કર્યા હતાં. કારણકે યુવતીએ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ભૂલ કરી હતી.
હવે આ યુવતી બહાર છે, તે તેની 4 વર્ષની પુત્રી એક વૃદ્ધ પિતા અને તેના ખિસ્સામાં પૈસા નહીં હોવાને કારણે, ભોગ બનેલી યુવતી ફરીથી પોતાનું જીવન શરૂ કરવા અને કોર્ટની લડાઈ લડવા માંગે છે. આથી તેને ગૃહમંત્રી ને એક પત્ર લખી તેના ભરણ પોષણનો ખર્ચ માંગ્યો છે.
