Site icon

‘સૌથી ખરાબ પરિણામો’: ત્રીજા વર્ષની મુંબઈ યુનિવર્સિટીની પરીક્ષાઓ માટે માત્ર 33-36% વિદ્યાર્થીઓ પાસ થયા

માત્ર ત્રીજા ભાગના વિદ્યાર્થીઓએ જ નવેમ્બર 2022માં લેવાયેલી TYBA, TYBCom અને TYBSc માં મુંબઈ યુનિવર્સિટીની સેમેસ્ટર V પરીક્ષાઓ પાસ કરી છે.

News Continuous Bureau | Mumbai

રોગચાળાના બે વર્ષ દરમિયાન તમામ ઓનલાઈન પરીક્ષાઓમાં 90% થી વધુ સફળ પરિણામો નોંધાયા હતા. . હવે જ્યારે પહેલાની માફક પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ખરાબ પરિણામો સામે આવી રહ્યા છે. પ્રાપ્ત થયેલા આંકડા મુજબ સફળતાનો દર ત્રણેય મુખ્ય અભ્યાસક્રમોમાં  એટલે કે આર્ટસ કોમર્સ અને સાયન્સમાં ઘટીને 33% થી 36% થઈ ગયો છે. આ પરિણામો અત્યાર સુધીના સૌથી ખરાબ પરિણામો છે. 

Join Our WhatsApp Community

TYBCom સેમેસ્ટર Vની પરીક્ષા આપનારા 61,107 વિદ્યાર્થીઓમાંથી 40,000થી વધુ નાપાસ થયા હતા. 

TYBScમાં, 36%એ પરીક્ષા પાસ કરી. 

ટીવાયબીએમાં- જેનું પરિણામ પાંચ મહિના પછી શનિવારે જાહેર થયું- 66.5% વિદ્યાર્થીઓ નાપાસ થયા. 

અલગ અલગ કોલેજો તેમજ ડીંમ્ડ યુનિવર્સિટીઓમાં આ આંકડા અલગ છે.  પરંતુ એકંદરે એવું ચિત્ર દેખાઈ રહ્યું છે કે વિદ્યાર્થીઓ પેપર લખવામાં પહેલા જેટલી ચપળતા વાપરી રહ્યા નથી. આ ઉપરાંત કોરોનાને કારણે વિદ્યાર્થીઓની ભણતરના મામલે લિંક તૂટી ગઈ છે જેને કારણે આવું પરિણામ હોઈ શકે છે. 

Mankoli Bridge Stunts:માનકોલી બ્રિજ પર સ્ટન્ટબાજી અને રીલ્સ બનાવવી ભારે પડી: ત્રણ યુવાનો વિરુદ્ધ પોલીસની લાલ આંખ
Mumbai Gas Cylinder Theft:મુંબઈમાં ગેસ સિલિન્ડર ચોરતી ગેંગનો પર્દાફાશ: કાંદિવલી અને પવઈમાં તવાઈ, કુલ 72 સિલિન્ડર જપ્ત
Borivali Investment Scam: ₹6.71 કરોડની ઠગાઈમાં દંપતીની ધરપકડ, રોકાણની રકમ ડ્રગ્સમાં વાપરી હોવાનો દાવો
Crocodile Rescued in Mulund:મુલુંડમાં ગટરના નાળામાં મગર દેખાતા ફફડાટ: વન વિભાગે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો
Exit mobile version