Site icon

Veer Bal Diwas: પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

Veer Bal Diwas: પીએમ 'સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન' શરૂ કરશે

Prime Minister to attend Veer Bal Diwas event in New Delhi on December 26

Prime Minister to attend Veer Bal Diwas event in New Delhi on December 26

News Continuous Bureau | Mumbai

Veer Bal Diwas: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે બપોરે લગભગ 12 વાગ્યે ભારતના ભવિષ્યના પાયા તરીકે બાળકોને સન્માનિત કરતી રાષ્ટ્રવ્યાપી ઉજવણી વીર બાલ દિવસમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રી ‘સુપોષિત ગ્રામ પંચાયત અભિયાન’ શરૂ કરશે. તેનો હેતુ પોષણ સંબંધિત સેવાઓના અમલીકરણને મજબૂત કરીને અને સક્રિય સમુદાયની ભાગીદારીને સુનિશ્ચિત કરીને પોષક પરિણામો અને સુખાકારીમાં સુધારો કરવાનો છે.

આ સમાચાર પણ વાંચો  : Ayushman Bharat: વડીલોને વંદન: આયુષ્માન વયવંદના ૭૦+ કાર્યક્રમ હેઠળ સુરત શહેર-જિલ્લામાં ૨,૪૨,૧૭૮ વરિષ્ઠ નાગરિકોને આવરી લેવાયા

યુવા દિમાગને જોડવા, દિવસના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા અને રાષ્ટ્ર પ્રત્યે હિંમત અને સમર્પણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં વિવિધ પહેલો પણ ચલાવવામાં આવશે. MyGov અને MyBharat પોર્ટલ દ્વારા ઇન્ટરેક્ટિવ ક્વિઝ સહિતની શ્રેણીબદ્ધ ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. શાળાઓ, બાળ સંભાળ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં વાર્તા કહેવા, રચનાત્મક લેખન, પોસ્ટર બનાવવા જેવી રસપ્રદ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર (PMRBP)ના વિજેતાઓ પણ હાજર રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version