Site icon News Continuous Bureau | Mumbai

Railway News: વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં બ્લોક, રેલ વ્યવહાર પ્રભાવિત થશે

Railway News: સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે

Railway News Rail traffic will be affected due to block in Viramgam-Surendranagar section

Railway News Rail traffic will be affected due to block in Viramgam-Surendranagar section

  News Continuous Bureau | Mumbai

Railway News : રાજકોટ ડિવિઝનના વિરમગામ સુરેન્દ્રનગર સેક્શનમાં લીલાપુર રોડ-કેસરિયા રોડ સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 24 માટે હાલના સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબની જોગવાઈનું કામ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કરવામાં આવશે. આ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. વિગતો નીચે મુજબ છે:-

Join Our WhatsApp Channel

Railway News : રદ કરાયેલી ટ્રેનો 

૧) ૨૮.૦૩.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ રદ રહેશે.
૨) ૩૦.૦૩.૨૦૨૫ ની ટ્રેન નંબર ૧૯૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ રદ રહેશે.

Railway News : આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:

૧) ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ ટ્રેન નંબર ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ વેરાવળથી ઉપડશે અને સુરેન્દ્રનગર સુધી જશે અને સુરેન્દ્રનગરથી તેને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે.
૨) ૨૯.૦૩.૨૦૨૫ ના રોજ, ૧૯૧૨૦ વેરાવળ-ગાંધીનગર કેપિટલ અને ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ બંને ટ્રેનો સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Mumbai AC Local Cancel : આજે પણ લોકલ યાત્રીઓને થશે હેરાનગતિ… આ રેલ્વે પર 17 AC લોકલ ટ્રેનો રહેશે રદ,  જાણો શું છે કારણ..

Railway News : માર્ગમાં રેગ્યુલેટ (મોડી થનાર) ટ્રેનો:

૧) ૨૮.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૬૧૪ કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ માર્ગમાં એક કલાક મોડી થશે.
૨) ૨૯.૦૩.૨૦૨૫ ની ટ્રેન નં. ૧૬૩૩૭ ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ માર્ગમાં ૪૦ મિનિટ મોડી થશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Devyani Zala Rajkot Athlete Success Story રાજકોટની દીકરી દેવયાની ઝાલાએ રચ્યો ઇતિહાસ, ૪૦૦ મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ સાથે ૨૦૨૬ની એશિયન ગેમ્સ માટે ક્વાલિફાય કર્યું
Fake Paneer Seized રાજકોટમાં નકલી પનીરનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ૫૦૦ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત, ગેરકાયદે યુનિટ સીલ
Navi Mumbai crime: નવી મુંબઈ ક્રાઇમ: ૧૦ વર્ષની બાળકી પર યૌન શોષણ કરવા બદલ NRI વૃદ્ધની ધરપકડ; બાળકીની માતા પણ સામેલ
Western Rialway : ભુજ-રાજકોટ વચ્ચે મુસાફરી વધુ સરળ: પશ્ચિમ રેલવે શરૂ કરશે ત્રિ-અઠવાડિક સ્પેશિયલ ટ્રેન.
Exit mobile version