Site icon

Surat PBS Project : સુરત મહાનગરપાલિકા નો ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ’ પ્રોજેક્ટ ધૂળમાં!

Surat PBS Project : સુરત મહાનગરપાલિકાએ લોકોની સુખાકારી અને સરળતા માટે 2019માં pbs એટલે કે 'પબ્લિક બાઇસિક્લ શેરિંગ' નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. હાલ આ પ્રોજેકટની સાઇકલો ધૂળ ખાઈ રહી છે. મેન્ટેનન્સના અભાવે સાઇકલો તૂટી-ફૂટી ચૂકી છે. દરરોજની સરેરાશ 25 જેટલી સાઇકલો સર્વિસ સેન્ટર ખાતે રિપેરિંગમાં આવી રહી છે.

Surat Municipal Corporation's 'Public Bicycle Sharing' project in the dust!

Surat Municipal Corporation's 'Public Bicycle Sharing' project in the dust!

News Continuous Bureau | Mumbai 

Surat PBS Project : સુરત મહાનગરપાલિકાએ(SMC) લોકોની સુખાકારી અને સરળતા માટે 2019માં pbs એટલે કે ‘પબ્લિક બાઇસિક્લ શેરિંગ'(PBS) નામનો પ્રોજેકટ શરૂ કર્યો હતો. હાલ આ પ્રોજેકટની સાઇકલો ધૂળ ખાઈ રહી છે. મેન્ટેનન્સના અભાવે સાઇકલો તૂટી-ફૂટી ચૂકી છે. દરરોજની સરેરાશ 25 જેટલી સાઇકલો સર્વિસ સેન્ટર ખાતે રિપેરિંગમાં આવી રહી છે.

Join Our WhatsApp Community

સુરત મહાનગરપાલિકાએ લોકોની સુવિધા માટે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવા માટે સાઇકલ પ્રોજેકટ(bicycle project) શરૂ કર્યો હતો. પબ્લિક બાઇસિક્લ શેરિંગ નામનો આ પ્રોજેકટ 2019માં શરૂ કરાયો હતો, જેમાં  લોકો પોતાના ઘરેથી અન્ય જગ્યા પર જવા માટે પાલિકાની સાઇકલનો ઉપયોગ કરી શકે, જેથી લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને પર્યાવરણની પણ જાળવણી થાય. આ હેતુ સાથે શરૂ કરેલી પબ્લિક બાઇસિકલ શેરિંગ (PBS) હાલ ધૂળ ખાઈ રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Surat : સુરતમાં ઝીંગા ઉદ્યોગ ફરી રોગની ઝપેટમાં, ‘વ્હાઈટ સ્પોટ સિન્ડ્રોમ’ રોગ ફેલાયો..

લગભગ રૂ. 60 હજારની એક સાઇકલ એમ શહેરમાં 1200 જેટલી સાઇકલો સુરતના(Surat) વિવિધ સ્થળોએ 125 જેટલા સાઇકલ સ્ટેશન બનાવી મુકવામાં આવી હતી. સર્વિસ સ્ટેશન પરથી લોકો સાઇકલ લઈ જઈ શકે તે માટે સાઇકલ પર ક્યૂઆર કોડ લગાવવામાં આવ્યા છે. જે પણ આ સાઇકલ લઈ જાય તેનું રજિસ્ટ્રેશન આ ક્યૂઆર કોડ થકી થઈ જતું હતું. રાત્રીના સમયે સાઇકલિંગ કરવા માટે મોટા ભાગના લોકો આ સાયકલનો ઉપયોગ કરતા હતા. નજીવા દરે લોકોને સાઇકલ મળી જતી હોવાથી મોટી સંખ્યામાં લોકો આ સાઇકલનો ઉપયોગ કરતા થયા હતા. જો કે, થોડા સમયથી પરિસ્થિતિ અલગ છે અને અમુક અસામાજિક તત્વો દ્વારા શહેરના અનેક સ્ટેશનો પર રહેલી સાઇકલ તોડવાનું શરૂ કર્યું છે.

સર્વિસ સ્ટેશન પર આ પ્રકારની તૂટેલી સાઇકલોનો ઢગ જોવા મળ્યો હતો, જેમાં 140 જેટલી સાઇકલ ભંગાર થઈ ચૂકી છે જે ક્યારેય ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નથી. સાથે અત્યારના સમયમાં દરરોજ સરેરાશ 25 જેટલી સાઇકલ રિપેરિંગ કરવા માટે આવે છે. એટલે સાફ કહી શકાય કે મેન્ટેનન્સના અભાવે સાઇકલોનો ભંગાર થઈ રહ્યો છે. પૂર્વ કોર્પોરેટરે આ મામલે અધિકારીઓ સામે આક્ષેપ કર્યા હતા કે જે કોઈ સાઇકલ ચલાવે છે, તેની નોંધણી હોવા છતાં અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી હવા જ ખાય છે. જવાબદાર સામે પગલાં નહિ લેવાય તો આનાથી પણ વધુ બદતર પરિસ્થિતિનું નિર્માણ થશે.

Instagram Filter Misleads: ઇન્સ્ટાગ્રામ ના ફિલ્ટરથી થયો ભ્રમ, 52 વર્ષની મહિલા ના પ્રેમમાં પડ્યો 26 વર્ષનો યુવાન, છેવટે આવો આવ્યો તેનો અંત
North Eastern Railway: પૂર્વોત્તર રેલવેમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે.
Northern Railway: ઉત્તર રેલવેના કઠુઆ-માધોપુર પંજાબ સેક્શનમાં બ્રિજ નંબર 17 પર મિસઅલાઇમેન્ટ થવાના કારણે રેલ ટ્રાફિક પ્રભાવિત
Coconut Farming Gujarat: ગુજરાતના દરિયાકાંઠાના અનેક ખેડૂતો શ્રીફળનું વાવેતર કરીને શ્રીમંત બન્યા
Exit mobile version