Lok Sabha Election 2024 : બારડોલી સંસદીય મત વિસ્તારમાં આવેલા બારડોલી તાલુકાના મગરોલીયા ગામના ૧૦૨ વર્ષના વાલીબેન કેશવભાઈ પટેલે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Lok Sabha Election 2024 : લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024 :  લોકસભાની સામાન્ય ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત ( Surat ) જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર ૮૫ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધજનો ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઉભી કરાઈ છે. આજે બારડોલી સંસદીય મત વિસ્તારમાં આવેલા બારડોલી તાલુકાના મગરોલીયા ગામના ૧૦૨ વર્ષના વાલીબેન કેશવભાઈ પટેલે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને સૌને મહત્તમ મતદાન કરવાનો સંદેશો આપ્યો હતો. 

Join Our WhatsApp Community
102-year-old Valiben Keshavbhai Patel of Magrolia village of Bardoli taluk in Bardoli parliamentary constituency voted by postal ballot.

102-year-old Valiben Keshavbhai Patel of Magrolia village of Bardoli taluk in Bardoli parliamentary constituency voted by postal ballot.

             વાલીબેનના ( Valiben Keshavbhai Patel ) ૭૪ વર્ષના પુત્ર ગોવિદભાઈ પટેલ કહે છે કે, મારી માતા દર ચૂંટણીમાં અચુક મતદાન ( Voting ) કરે છે. છેલ્લા છ મહિનાથી થોડા અશકત થયા છે. આજે ચૂંટણી તંત્રએ પોસ્ટલ બેલેટથી ( postal ballot ) ઘર બેઠા મતદાન કરાવ્યું જે બદલ સૌનો આભાર માન્યો હતો. લોકશાહીના મહાપર્વમાં સૌને મતદાન કરવાની અપીલ કરી હતી. તેઓ કહે છે કે, અમારો પરિવાર પહેલેથી જ ખેતીકામ સાથે સંકળાયેલો છે. મારી માતા વર્ષોથી વહેલા ઉઠીને પ્રભુભજન, પશુપાલન, ખેતીકામ કરતા તેમજ ઘરનું જ ભોજન લેતા જેથી હાલ પણ તેઓ નિરોગી જીવન જીવી રહ્યા છે. હું અને મારી પત્ની લતાબેન મારી માતાની સેવા માટે અહીં વતનમાં જ રહીએ છીએ, જ્યારે અમારા પુત્ર તથા ભાઈઓ અમેરિકામાં સ્થાયી થયા છે.  

102-year-old Valiben Keshavbhai Patel of Magrolia village of Bardoli taluk in Bardoli parliamentary constituency voted by postal ballot.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election: અમદાવાદ પૂર્વ અને પશ્રિમ લોકસભા બેઠકોમાં વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારોને મળી ઘરે બેઠા મતદાન કરવાની તક

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version