Site icon

Organ Donation : સિવિલ હોસ્પિટલમાં ૪૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાનના ૨ કિડની અને લિવરનું દાન થયું

Organ Donation : સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસોના પરિણામે થયેલા અંગદાનથી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન.ટેક્ષટાઈલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે.

2 kidneys and liver of a 45-year-old brain-dead man were donated in the civil hospital.

2 kidneys and liver of a 45-year-old brain-dead man were donated in the civil hospital.

News Continuous Bureau | Mumbai

Organ Donation : દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર(Organ donor) સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. આ કડીમાં વધુ એક અંગદાનનો ઉમેરો થયો છે. સચિન ખાતે રહેતા ૪૫ વર્ષીય બ્રેઈનડેડ યુવાન આદિત્ય કુર્મીના  (Aditya Kurmina)  બે   કિડની(Kidney) અને લીવરના(Liver) દાન થકી ત્રણ વ્યકિતઓને નવજીવન મળશે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરત(Surat) શહેરના સચિનની સાંઈનાથ સોસાયટી, કનકપુર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના વતની ૪૫ વર્ષીય આદિત્ય કુર્મી તા.૨૬ ઓકટોબરના રોજ રાત્રે ૧૦:૪૬ વાગે ઘર માટે સામાન લેવા બાઈક પર જતા હતા ત્યારે બાઈક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં ૧૦૮ એમ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેક દિવસની સારવાર બાદ તા.૨૯મી ઓકટોબરે સાંજે ૦૪:૧૫ વાગે આર.એમ.ઓ. ડૉ. કેતન નાયક, ડો. નિલેશ કાછડિયા, ડૉ.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. આદિત્ય કાપડની ધાગાની કંપની કામ કરતા હતા.
તેમના પત્નિ ગુડ્ડી દેવી તથા બે ભાઈઓને ડૉ.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી પરિવારજનોએ અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે ૨ કિડની અને લીવર એર એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આમ કુર્મી પરિવારના બ્રેઈનેડેડ આદિત્ય કુર્મીના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. સ્વ. આદિત્યા કુર્મીને ૧ પુત્રી ખુશી છે.
આમ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે ૪૮મું સફળ અંગદાન થયું હતું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : World Savings Day : સુરતમાં છેલ્લા સાત મહિનામાં પોસ્ટ વિભાગના સુરત ડિવિઝનમાં બચતની વિવિધ યોજના અંતર્ગત એક લાખ ૩૦ હજારથી વધુ ખાતા ખુલ્યા

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version