Site icon

Nikshay poshan Yojana: ‘નિક્ષય પોષણ યોજના’ હેઠળ પલસાણાના ૨૭ વર્ષીય ઉમેશ મસુરને ક્ષય રોગમાંથી મળી મુકિત

Nikshay poshan Yojana: ‘સતત ૨૦ મહિના સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક સારવાર અને દર મહિને મળતા પૌષ્ટિક ખોરાકને કારણે હું સંપૂર્ણ સ્વસ્થ અને નિરોગી બન્યો છું: ઉમેશ મસુરે. આ યોજના હેઠળ લાભાર્થીને સ્વસ્થ થાય ત્યાં સુધી દર મહિને રૂ.૫૦૦ની સહાય આપવામાં આવે છે.

27-year-old Umesh Masur of Palsana was cured of tuberculosis under the 'Nikshay poshan Yojana

27-year-old Umesh Masur of Palsana was cured of tuberculosis under the 'Nikshay poshan Yojana

News Continuous Bureau | Mumbai

Nikshay poshan Yojana: ‘નિક્ષય પોષણ યોજના હેઠળ મને નવજીવન મળ્યું છે’ એમ જણાવતા પલસાણા ( Palsana ) તાલુકાના ૨૭ વર્ષીય ઉમેશ મસુરે છેલ્લા ૬-૭ મહિનાથી ક્ષય મુક્ત જીવન ( Tuberculosis free life ) નિર્વાહ કરી રહ્યા છે.  તેમની આ સ્વસ્થતા માટેનો સંપૂર્ણ શ્રેય સરકારને આપે છે.

Join Our WhatsApp Community

            સુરત ( Surat ) જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામના રહેવાસી ઉમેશ મસુરે સરકારની નિક્ષય પોષણ યોજનાનો લાભ મેળવી ટી.બી મુક્ત ( TB free  ) બન્યા છે. વિકસિત ભારત સંકલ્પયાત્રા બગુમરા ખાતે અવાી ત્યારે પોતાનો અનુભવ જણાવતા તેઓ કહે છે કે, વર્ષ ૨૦૨૦માં મારી તબિયત ખરાબ થઈ હતી. મને સતત ખાંસી રહેતી હતી અને ઘણાં ડોકટરોને બતાવ્યા પછી પણ મને રાહત મળી ન હતી. ત્યારે અમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેમના દ્વારા કરાયેલા ટેસ્ટ થકી મને ટીબી હોવાનું નિદાન થયું હતું. આ સાંભળતા જ મારા પગ નીચેથી ઘરતી ખસી હોય તેઓ અહેસાસ થયો. પરંતુ સરકારી તબીબોએ મને આ રોગ અને તેની સારવાર વિષે સંપૂર્ણ સમજ આપવામાં આવી. સાથે જ સરકારની નિક્ષય પોષણ યોજનાની જાણકારી આપી મારી સારવાર શરૂ કરી હતી. 

           યોજના હેઠળ સતત ૨૦ મહિના સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિ:શુલ્ક સારવાર અને દર મહિને મળતા પૌષ્ટિક ખોરાકને કારણે આજે હું સંપૂર્ણ સ્વસ્થ અને નીરોગી બન્યો છું. આજે હું સંપુર્ણપણે સ્વસ્થ છું. ક્ષય જેવા રોગમાં દવાની સાથે પૌષ્ટિક આહારથી ફાયદો થાય છે. એટલે આ યોજના અંતર્ગત દર મહિને ઘઉંનો લોટ, ગોળ, ઘી અને બે પ્રકારની દાળ મળતી હતી. તેમજ દર મહિને રૂ.૫૦૦ની નાણાંકીય સહાય મળે છે. 

આ સમાચાર પણ વાંચો : MP Elections 2023: કોંગ્રેસના નેતા આ પોતાના વચન પરથી ફરી ગયા, બીજેપીની જીત બાદ તેણે પોતાના મોઢાને બદલે ઈવીએમ પોસ્ટર પર લગાવી કાળી શાહી.. જુઓ વિડીયો

          નોંધનીય છે કે, ‘નિક્ષય પોષણ યોજના’ અંતર્ગત ‘ટીબી હારેગા, દેશ જીતેગા’ અભિયાન હેઠળ વર્ષ-૨૦૨૫ સુધી ટીબી નાબૂદીના લક્ષ્યાંકને પાર પાડવા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ટીબીના દર્દીઓ માટે નિક્ષય પોષણ યોજના અમલી બનાવી છે. જેનો મહત્તમ લાભ લોકો સુધી પહોંચે એ માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version