Organ Donation: ૨૮ વર્ષીય બ્રેઈનડેડ આદિવાસી યુવાનના ૨ કિડની, લિવર અને બે ફેફસાનું દાન થયું.

Organ Donation:તાપી જિલ્લાના સોનગઢના વતની ગામીત પરિવારના એકના એક પુત્રના પાંચ અંગોના દાનથકી ચાર લોકોને મળશે નવજીવન. સિવિલ હોસ્પિટલના ઉમદા પ્રયાસોના પરિણામે થયેલા અંગદાનથી ચાર વ્યક્તિઓના જીવનમાં પથરાશે નવ ઉજાશ. ધન તેરસથી ધન તેરસ સુધી સિવિલ હોસ્પિટલમાં ૫૦ અંગદાન સાથે સુરત રાજયમાં અવ્વલ. બાઈક પરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા ડોકટરોની ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કરાયાઃ સુરત સિવિલ હોસ્પિટલમાં ૫૦મું અંગદાન

News Continuous Bureau | Mumbai

Organ Donation: દાનવીરોની ભૂમિ તરીકે ઓળખાતું સુરત ( Surat ) શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. ગત દિવાળીથી આ વર્ષની દિવાળી સુધીના એક વર્ષના સમયગાળા દરમિયાન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ( New Civil Hospital ) સૌથી વધુ અંગદાન થયા છે. આ કડીમાં વધુ એક અંગદાન થતા આજે ૫૦મું અંગદાન થયું હતું. તાપી જિલ્લાના સોનગઢ ( Songarh ) તાલુકાના ટીચકીયા ગામ વતની ગામીત પરિવારના એકના એક ૨૮ વર્ષીય પુત્ર કમલભાઈ ગામીતની બે કિડની, લીવર અને બે ફેંફસાના દાન થકી ચાર વ્યકિતઓને નવજીવન મળશે.

Join Our WhatsApp Community
28-year-old brain-dead tribal youth was donated 2 kidneys, liver and two lungs

28-year-old brain-dead tribal youth was donated 2 kidneys, liver and two lungs

               પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા ગામના બંદારા ફળિયા ખાતે રહેતા ૨૮ વર્ષીય આદિવાસી યુવાન ( Tribal youth ) કમલભાઈ ગામીત તા.૦૮ નવેમ્બરના રોજ સાંજે ૦૭:૩૦ વાગે બાઈક ઉપર ઘરે પરત જતા હતા ત્યારે વ્યારાના ચિખલદા ગામ સ્થિત રીક્ષા અને બાઈકનો અકસ્માત થયો હતો. ત્યારે કમલભાઈની બાઈક પણ આ અકસ્માત સાથે ટક્કર થતા તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તત્કાલ બેભાન અવસ્થામાં ૧૦૮ એમ્યુલન્સ મારફતે વ્યારા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં ૧૦ દિવસની સારવાર બાદ તા.૨૦મી નવેમ્બરના વહેલી સવારે આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડિયા, ન્યુરોલોજીસ્ટ ડો.જય પટેલ તથા ન્યુરો સર્જન ડો.હરિન મોદી એ બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

28-year-old brain-dead tribal youth was donated 2 kidneys, liver and two lungs

            તેમના પિતા અરવિંદભાઈ ગામીત સહિત પરિવારજનોને ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, નર્સીગ કાઉન્સીલના ઇકબાલ કડિવાલા અને નિર્મલા કાથુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. જેથી પરિવારજનોએ એકના એક પુત્ર કમલના અંગદાનની સમંતિ આપતા અંગો સ્વીકારાયા હતા. આજે ૨ કિડની, લીવર અને ફેંફસાના અંગદાન થકી ચાર વ્યક્તિઓના જીવનમાં નવા વર્ષે નવા જીવનનો ઉજાશ પથરાશે.

આ સમાચાર પણ વાંચો :  SEBI-Sahara fund: સુબ્રતો રોયનુ નિધન, સરકારની તિજારીમાં 25 હજાર કરોડ… હવે રોકાણકારોનું શું? જાણો વિગતે..

         આમ ગામીત પરિવારના એકના એક પુત્રના અંગદાનથકી ચાર વ્યક્તિઓને નવા વર્ષે નવી જિંદગી બક્ષીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. કમલભાઈ બાંધકામ (સેન્ટરીંગ)નું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમને સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર પાર્થ છે.

28-year-old brain-dead tribal youth was donated 2 kidneys, liver and two lungs

          આમ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ અંગદાનના આ સેવા કાર્યમાં સુરત પોલીસ, સોટો ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. આમ, સુરત સિવિલમાં આજે ૫૦મું સફળ અંગદાન થયું હતું.

28-year-old brain-dead tribal youth was donated 2 kidneys, liver and two lungs

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Shantaben Mochi: ૭૦ની ઉંમરે પણ કામમાં અડગ: સુરતની શાંતાબેન મોચી અનેક બહેનો માટે પ્રેરણારૂપ
Surat body donation: સુરતના ધોરાજીયા પરિવારે સ્વર્ગસ્થ વડીલનું દેહદાન, નેત્રદાન કર્યું
Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
EV incentives Surat: સુરત ગ્રીન વ્હીકલ પોલિસી-૨૦૨૫ શું છે?
Exit mobile version