Surat: સુરત જિલ્લાના મહુવા ગામ ખાતે ૩૦૦ વર્ષ જુનું માતા મહાલક્ષ્મી અને ખોડિયાર માતાજીનું ભવ્ય મંદિર

Surat: ૧૯૬૮ની રેલમાં મંદિર ડૂબી ગયા છતાં મંદિરમાં નુકસાન થયુ ન હતું: ગ્રામજનો અને રાજ્ય સરકારની સહાયથી વર્ષ ૨૦૦૮માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. મંદિરમાં મહાલક્ષ્મી માતાની ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત છે. ૭૭ વર્ષીય વયોવૃદ્ધ પ્રકાશચંદ્ર ભટ્ટ મંદિરની સારસંભાળ લઈ રહ્યા છે, તેમના વડવા પાંચ પેઢીથી મંદિરની સંભાળ રાખતા હતા

News Continuous Bureau | Mumbai 

Surat: સુરત જિલ્લાના મહુવા ( Mahuva ) ગામ ખાતે પુર્ણા નદીના ( Purna river ) કિનારે માતા મહાલક્ષ્મી ( Mata Mahalakshmi ) અને ખોડિયાર માતાજીનું ( Khodiyar Mataji ) ૩૦૦ વર્ષ જુનુ મંદિર આવેલું છે, જે ઈ.સ ૧૯૬૮મા આવેલી રેલમાં આખું ડૂબી ગયા છતાં મંદિરમાં ( Temples ) ચમત્કારી રીતે કોઈ નુકસાન થવા પામ્યું ન હતું. વર્ષ ૨૦૦૮માં ગ્રામજનો અને સરકારની સહાયથી મંદિરનું પુનઃનિર્માણ ( temple Redevlopment  ) કરાયું હતું. મંદિરમાં મહાલક્ષ્મી માતાજીની અંદાજિત ૩૦૦ વર્ષ જૂની મૂર્તિ પ્રસ્થાપિત છે, તેમજ ડાબી બાજુ ખોડિયાર માતાજી અને જમણી બાજુ અંબે માતાજીની નવનિર્મિત મુર્તિ પ્રસ્થાપિત છે. જેનો ઈતિહાસ મહુવા ગામમાં રહેતા ૭૭ વર્ષીય પ્રકાશચંદ્ર રમેશલાલ ભટ્ટે વર્ણવ્યો હતો. પ્રકાશભાઈના વડવાઓ પાંચ પેઢીથી મંદિરની સંભાળ રાખતા હતા.

Join Our WhatsApp Community
300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

મંદિરના ભવ્ય ઈતિહાસ વિષે પ્રકાશચંદ્રભાઈએ કહ્યું હતું કે, આ મંદિરનો ઉલ્લેખ મારા દાદાના દાદાના વેચાણખતમાં મળી આવ્યો છે. આ મંદિર મારા વડવાએ ૫ બાય ૫ની સાઈઝમાં બનાવી એમાં પૂજા-અર્ચના કરવાની શરૂઆત કરી હતી, અને આગળ પણ અમારી પેઢી દર પેઢી આ મંદિરની રક્ષા અને પૂજા ભક્તિ કરશે એવું વેચાણખતમાં મળી આવ્યું છે. જેથી મને આ મંદિરના ભવ્ય પૂન:નિર્માણ કરવાની પ્રેરણા મળી હતી. ગ્રામજનો પાસે મેં મંદિરના પુનઃનિર્માણ માટે પ્રસ્તાવ મુક્યો હતો, જેમાં સૌ જોડાયા અને ગ્રામપંચાયતના માર્ગદર્શન તેમજ સહાય દ્વારા મંદિરનો વર્ષ ૨૦૦૮માં જીર્ણોદ્વાર થયો. ગ્રામપંચાયતના ઠરાવ અને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી મંદિરના આજુબાજુ વિસ્તારને વિકસાવામાં આવ્યો છે.

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

આ સમાચાર પણ વાંચો : Ahmednagar Railway Fire: Train Fire: ટ્રેનમાં ફાટી નીકળી આગ, અહમદનગર-અષ્ટીમાં બે ડબ્બા સળગતા અફડાતફડી.. જુઓ વિડીયો

             આ મંદિરમાં અનેક લોકો માનતા માને છે, જેમનું કાર્ય સફળ થાય તે મંદિરે આવી પૂજા અર્ચના કરે છે. લોકોની બાધા-માનતા પુર્ણ થાય છે.

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

300 year old grand temple of Mata Mahalakshmi and Khodiyar Mataji at Mahuvavillage in Surat district

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version