Surat : સુરતની નવી સિવિલ હોસ્પિટલથી ૪૭મું અંગદાન

Surat : મહુવા તાલુકાના ભોરીયા ગામના બ્રેઈનડેડ આદિવાસી યુવાન ચિરાગ પટેલના લિવર અને કિડનીના દાનથી ત્રણ વ્યક્તિઓને મળશે નવજીવન

47th organ donation from Surat's new civil hospital

News Continuous Bureau | Mumbai 

Surat  : ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી(navratri) જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે. નવરાત્રીના પાવન અવસરે આઠમા નોરતે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૭મું અંગદાન(organ donation) થયુ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા(bhoriya) ગામના પટેલ ફળિયામાં રહેતા બ્રેઈનડેડ ૨૯ વર્ષીય યુવાન ચિરાગ પટેલના(Chirag Patel) લિવર અને બન્ને કિડની દાનથી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન(new life) મળશે.

Join Our WhatsApp Community

47th organ donation from Surat's new civil hospital

પ્રાપ્ત વિગતો અનુસાર સુરત જિલ્લાના મહુવા તાલુકાના નજીક આવેલ ભોરિયા ગામના વતની અને મજુરી કામ કરતા આદિવાસી યુવાન ચિરાગ પટેલ તાઃ- ૧૬/૧૦/૨૦૨૩ ના રોજ બાઇક પર ઘરે આવતી વખતે પાણીપુરીની લારી સાથે અચાનક સાંજે ૬:૦૦ PM ના ગાળામાં એક્સિડન્ટ થયું હતું. તત્કાલ બેભાન હાલતમાં નજીકના અનાવલમાં આવેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ વધુ સારવાર માટે ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.વધુ ગંભીર હાલત જણાતાં સ્પંદન હોસ્પિટલના ડોકટરોના કહેવાથી ૧૦૮માં ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જયા માથાના ભાગે હેડ ઇન્જ્યુરી થયાનુ નિદાન થયુ હતું. વધુ સારવાર બાદ તા.૨૨/૧૦/૨૦૨૩ના રોજ ૦૧:૨૦ વાગે AM વાગે RMO ડો.કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. હરિન મોદી તથા ડો. કેયુર પ્રજાપતિએ બ્રેઈનડેડ જાહેર કર્યા હતાં.
પટેલ પરિવારના સભ્યોને સોટોની ટીમના ડો.નિલેશ કાછડીયા, ડો.કેતન નાયક, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાથુડએ અંગદાનનું મહત્વ સમજાવ્યું. બ્રેઈનડેડ પટેલ પરિવારના પરિવારજનોએ દુઃખની ઘડીમાં તેમના પત્ની પ્રિતીબેન તથા ભાઈએ અંગદાન માટે તત્પરતા દાખવી હતી. તેમના પરિવારમાં પત્ની પ્રિતિબેન તથા દિકરો મોક્ષ છે.
આજે બ્રેઈનડેડ ચિરાગ પટેલના લીવર અને બન્ને કિડ્નીને અમદાવાદની આઇ. કે.ડી (RC) ટીમ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી.
નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૪૭મું અંગદાન થયું છે.

આ સમાચાર પણ વાંચો :  New Delhi : અમિત શાહ આજે સહકારી નિકાસ પર રાષ્ટ્રીય પરિસંવાદને સંબોધશે

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version