Blood Donation Camp : સ્મીમેર હોસ્પિટલ, કિરણ હોસ્પિટલ અને રામ ઇમ્પેક્ષ એન્ડ ગ્રુપ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ યોજાયો: ૪૦૩ યુનિટ રક્ત એકત્ર કરાયું

Blood Donation Camp : સ્મીમેર બ્લડ બેંકમાં ૧૬૮ અને કિરણ હોસ્પિટલમાં ૨૩૫ યુનિટ રક્ત જમા કરાવ્યું. સ્વ.જન્નતના સ્મરણાર્થે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં રત્નકલાકારોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ અર્પી

News Continuous Bureau | Mumbai 

Blood Donation Camp : રક્તની જરૂરિયાતને પહોંચી વળવા સુરતના ( Surat )  કતારગામની રામ ઈમ્પેક્ષ એન્ડ ગ્રુપ પરિવારની દીકરી સ્વ.જન્નત નિરજભાઈ ભીંગરાડીયાના સ્મરણાર્થે ચોથો મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રત્નકલાકાર ભાઈઓએ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા રક્તદાન ( Blood Donation ) કરી ૪૦૩ યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. 

Join Our WhatsApp Community

            સ્મીમેર હોસ્પિટલ ( SMIMER Hospital ) , કિરણ હોસ્પિટલ અને રામ ઇમ્પેક્ષ એન્ડ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આયોજિત રક્તદાન કેમ્પમાં ૪૦૩ રક્તદાતાઓ દ્વારા એકત્રિત થયેલા રક્તને સ્મીમેર બ્લડ બેંકમાં ( Blood Bank ) ૧૬૮ યુનિટ અને કિરણ હોસ્પિટલમાં ૨૩૫ યુનિટ રક્ત અર્પણ કર્યું હતું. 

 4th Blood Donation Camp organized by SMIMER Hospital, Kiran Hospital and Ram Impex & Group 403 units of blood collected

4th Blood Donation Camp organized by SMIMER Hospital, Kiran Hospital and Ram Impex & Group 403 units of blood collected

            આ પ્રસંગે રામ ઇમ્પેક્ષના રોનક મિયાણીએ જણાવ્યું હતું કે, રત્નકલાકારોને રોજીરોટી પૂરી પાડનાર કર્મભૂમિ સુરત શહેરનું ઋણ ચુકવવા અવારનવાર અનેક પ્રકારના લોકહિતના કાર્યોમાં યોગદાન આપે છે. રક્તની જરૂરિયાતને પૂરી કરવામાં સહયોગ અર્થે અમારા ૪૦૩ જેટલા રત્નકલાકારોએ બ્લડ ડોનેટ કરી અન્ય લોકોને પણ રક્તદાન કરવાની પ્રેરણા આપી છે. જેથી જરૂરિયાતમંદ લોકોને સરળતાથી રક્ત મળી શકે. આવનારા દિવસોમાં જરૂર પડ્યે વધુ રક્તદાન શિબિર યોજીને સમાજને મદદરૂપ થઈશું એમ તેમણે ઉમેર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Piyush Goyal: પીયૂષ ગોયલે તેમના મતવિસ્તારમાં આવેલી શતાબ્દી હોસ્પિટલની મુલાકાત લીધી, હોસ્પિટલની કાર્યપ્રણાલીની સમિક્ષા પણ કરી.. જાણો વિગતે..

             આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ બલર, રાજકોટના નિવાસી અધિક કલેક્ટર જી.વી મિયાણી, ડાયમંડ એસો.ના પ્રમુખ જગદીશભાઈ ખુંટ, અગ્રણી અશોકભાઈ ગાબાણી, સુરેશભાઈ મિયાણી સહિત મોટી સંખ્યામાં રત્નકલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version