Site icon

AgriStack Farmer Registry: એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત સુરતમાં ૮૪૫૬૦ ખેડુતોએ કરાવ્યું ફાર્મર રજીસ્ટ્રી, સૌથી વધુ આ તાલુકામાં કરવામાં આવ્યું રજીસ્ટ્રેશન..

AgriStack Farmer Registry: તા.૩૦મી ડિસેમ્બર સુધીમાં ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ. સુરત જિલ્લામાં ૮૪૫૬૦ ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવ્યું છે જેમાં સૌથી વધુ ઓલપાડ તાલુકામાં ૨૦૮૧૫ ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

84560 farmers have done farmer registry in Surat under Agristack project

84560 farmers have done farmer registry in Surat under Agristack project

News Continuous Bureau | Mumbai

AgriStack Farmer Registry:  ભારત સરકાર દ્વારા ખેડૂતો માટેની વિવિધ સરકારી યોજનાના લાભાર્થે ડીજીટલ આધાર સાથે ખેડૂત આઈ.ડી.ઈલેક્ટ્રોનિક ખેડૂત રજીસ્ટ્રી પ્રમાણિત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રી દ્વારા પ્રધાન મંત્રી ફસલવીમા યોજના, પ્રધાન મંત્રી કિસાન સમ્માન નીધિ યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ, લઘુતમ ટેકાના ભાવ, e-NAM યોજનાઓના લાભ માટે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવવી ફરજીયાત છે. 

Join Our WhatsApp Community

             સુરત જીલ્લામાં હાલ સુધીમાં આમ સુરત ( Surat ) જિલ્લાના કુલ ૮૪૫૬૦ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવીને સમગ્ર રાજયમાં ચોથા નંબરે રહ્યો છે. તાલુકા વાઈઝ વિગતો જોઈએ તો ઓલપાડ તાલુકામાં ૨૦૮૧૫ ખેડૂતોએ,બારડોલી તાલુકામાં ૬૭૮૫ ખેડૂતોએ, માંગરોળ તાલુકામાં ૮૯૭૩ ખેડૂતો, મહુવા તાલુકામાં ૧૩૦૨૭ ખેડૂતો, માંડવી તાલુકામાં ૧૧,૭૧૭ ખેડૂતો, કામરેજમાં ૬૬૧૫ ખેડૂતો, પલસાણામાં ૩૪૮૭,  ઉમરપાડામાં ૮૧૨૯ ખેડૂતો ( Gujarat Farmers ) , ચોર્યાસીમાં ૪૦૬૧, અડાજણમાં ૬ર૦, કતારગામમાં ૬૫, મજુરામાં ૨૪૯ ખેડૂતોએ તા.૩૦/૧૨/૨૦૨૪ સુધીમાં ફાર્મર રજીસ્ટ્રી ( Farmer Registry ) કરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  Masali Solar Village: બનાસકાંઠા જિલ્લાનું ‘આ’ ગામ બન્યું દેશનું પ્રથમ સરહદી સોલાર વીલેજ, ૧૧૯ ઘરોમાં થાય છે કુલ ૨૨૫.૫ કિલોવોટ વીજળી પ્રાપ્ત..

             ફાર્મર રજીસ્ટ્રી ( AgriStack Farmer Registry ) કરાવવા ખેડૂતો પોતાની જાતે ફોનમાંથી અથવા ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયતમાં તલાટી, વિ.સી.ઈ.નો સંપર્ક કરી ખેડુતોએ agristack પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે. રજીસ્ટ્રેશન કરાવવા ખેડૂતોએ આધારકાર્ડ, આધાર લીક મોબાઈલ, (૭/૧૨ અને ૮-અ) ની નકલનક્કી જેવા પુરાવા સાથે સંપર્ક સાધવા સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Exit mobile version