Site icon

Surat: સુરતના સામાન્ય પરિવારની દીકરીનું ગુજરાત સરકારની ૧૫ લાખની વિદેશ અભ્યાસ લોન સહાયથી તબીબ બનવાનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર

Surat: રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ ડગ્યા વિના યુક્રેનમાં સુરતની કિંજલે MBBSનો ત્રણ વર્ષનો અભ્યાસ કર્યો, બાકીનો અભ્યાસ ઉઝબેકિસ્તાનથી કરશે. ગુજરાત સરકારની સહાયથી અનુસૂચિત જાતિના યુવાનો કરી રહ્યા છે વિદેશમાં અભ્યાસ

A daughter of a normal family from Surat is realizing her dream of becoming a doctor with the help of a foreign study loan of 15 lakhs from the Gujarat government.

A daughter of a normal family from Surat is realizing her dream of becoming a doctor with the help of a foreign study loan of 15 lakhs from the Gujarat government.

 News Continuous Bureau | Mumbai

Surat: પરિવારીક હૂંફ, યોગ્ય સમયે માર્ગદર્શન અને તેમાંય ગુજરાત સરકારની ( Gujarat Government ) યોજનાકીય સહાય મળે ત્યારે કોઈ પણ વિદ્યાર્થીનો અભ્યાસ દીપી ઉઠે છે. વાત કરીએ સુરતની એવી જ એક અનુસૂચિત જાતિની તેજસ્વી વિદ્યાર્થીની કે જેમણે રાજ્ય સરકારની વિદેશ અભ્યાસ લોન સહાયથી ( Study Abroad Loan Assistance ) રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ ડગ્યા વિના યુક્રેનમાં તબીબીક્ષેત્રનો ત્રણ વર્ષનો ઉચ્ચ અભ્યાસ પુર્ણ કર્યો છે. 

Join Our WhatsApp Community

             સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામના વતની અને વર્ષોથી સુરતમાં સ્થાયી થયેલા મધ્યમવર્ગીય પરિવારના મોભી મુકેશભાઈ ચૌહાણે કહ્યું કે, મારી દીકરી કિંજલને નાનપણથી ડોક્ટર બનવાનું સ્વપ્ન હતું. જયારે કિંજલે ધો.૧૨નો અભ્યાસ પુર્ણ કર્યા બાદ વિદેશમાં તબીબીક્ષેત્રના અભ્યાસ માટેની ઈચ્છા વ્યકત કરી. જેથી અમોએ કારકિર્દીના તજજ્ઞો પાસેથી જાણ્યું કે, વિદેશમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસનો અંદાજીત ૩૦ લાખનો ખર્ચ થશે. મે ઘર વેચીને પણ દીકરીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકવાનો વિચાર કર્યો હતો. મધ્યમવર્ગીય પરિવાર હોવાથી આટલો ખર્ચ પરવડે તેમ ન હોવાથી મિત્ર પાસેથી વિગતો મળી કે, ડો.બાબાસાહેબ આંબેડકર લોન સહાય મળે છે. જેથી અમોએ સુરતની અનુસૂચિત જાતિની કચેરીનો સંપર્ક કરીને યોજના વિશે તમામ જાણકારી મેળવી.  

              કિંજલની માતા રિનાબેને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે આઈટીઆઈનો અભ્યાસ કરનાર પિતા મુકેશભાઈ સુરતની ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

આ સમાચાર પણ વાંચો  : COSPAR Vikram Sarabhai Medal 2024: પીઆરએલના ડિરેક્ટર પ્રો.અનિલ ભારદ્વાજને 2024ના COSPAR વિક્રમ સારાભાઈ મેડલથી નવાજવામાં આવ્યા

              કિંજલ ચૌહાણે કહ્યું કે, વિદેશ અભ્યાસ ( Study Abroad ) માટેની તમામ વિગતો જાણ્યા બાદ ૨૦૨૧માં યુક્રેનની વિનિત્સા નેશનલ પિરોગોવ મેડિકલ યુનિવર્સિટીમાં MBBSના અભ્યાસમાં એડમિશન લીધું. તત્કાલ જરૂરી પુરાવા સાથેની અરજી કરતા અમોને માત્ર ૪ ટકાના વ્યાજદરથી રૂ.૧૫ લાખની લોન મળી. તેણીએ વધુમાં કહ્યું કે, હાલમાં મે યુક્રેનમાં ત્રણ વર્ષનો MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. પણ રશિયા અને યુક્રેનના યુદ્ધના પરિણામે ચોથા વર્ષ માટે ઉઝબેકિસ્તાનમાં MBBS અભ્યાસનું ( MBBS studies ) એકડમિશન લીધું છે. ઓગષ્ટ-૨૦૨૪માં જઈને બાકીનો અભ્યાસ પુર્ણ કરીશ. રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા કહ્યું કે, અમારા સપનાઓને પાંખો આપવાનું કાર્ય રાજય સરકારે કર્યું છે. આ યોજનાથકી આજે હું તબીબનો અભ્યાસ કરી રહી છું. જે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું.

                 નોંધનીય છે કે, સુરતની અનુસૂચિત જાતિની કચેરીના નાયબ નિયામકશ્રીમતી એમ.વી.પટેલે જણાવ્યું કે, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ડો. બાબાસાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ વર્ષ ૨૦૨૨-૨૩માં સુરત જિલ્લામાં ૬૦ વિદ્યાર્થીઓને રૂ.૧૫ લાખ લેખે રૂ.૯ કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની સહાયથી હજારો વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈને પોતાની ઉજ્જવળ કારકિર્દીનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે.       

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version