Site icon

Voting Awareness: મતદાન જાગૃતિ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ, જુદા જુદા બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર દ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ

Voting Awareness: શહેરના વેસુ વિસ્તાર ખાતે મતદાન જાગૃતિ માટે ભગવાન મહાવીર યુનિ.થી શ્રી શ્યામમંદિર સુધી ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાઇકલ રેલી યોજાઇ. લોકોને વધુમાં વધુ મતદાન કરવા પ્રેરિત કરવાના હેતુસર મોટરસાયકલ રેલી, હ્યુમન ચેઇન અને રંગોળી સહિતના કાર્યક્રમો યોજાયા

A grand motorcycle rally was organized by 500 students from Bhagwan Mahaveer University to Sri Shyamandir for voting awareness at Vesu area of the city.

A grand motorcycle rally was organized by 500 students from Bhagwan Mahaveer University to Sri Shyamandir for voting awareness at Vesu area of the city.

News Continuous Bureau | Mumbai

Voting Awareness: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સ્વિપ મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત એન.એસ.એસ.( NSSના ) સહયોગથી વેસુ ( Vesu ) ખાતે ભગવાન મહાવીર યુનિવર્સિટીથી શ્રી શ્યામમંદિર સુધી ૫૦૦ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય મોટરસાયકલ રેલી યોજાઇ હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા બેનરો, પોસ્ટરો અને સુત્રોચ્ચાર ધ્વારા મતદારોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.

Join Our WhatsApp Community

         મહત્તમ મતદારો મતદાન ( Voting ) કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને તે હેતુથી મોટરસાયકલ રેલી ( Motorcycle Rally ) સહિત ભગવાન મહાવીર યુનિ.ના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ માટેની રંગોળી અને હ્યુમન ચેઇન પણ બનાવવામાં આવી હતી. સાથે જ યુનિવર્સિટીના યુવા મતદારોને પ્રેરિત કરવા સેલ્ફી સ્ટેન્ડમાં ફોટો શેસન દ્વારા મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Narmada : માં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા આ તારીખથી શરૂ થશે, વૈકલ્પિક રૂટનું કરાયું નિરીક્ષણ

         આ પ્રસંગે યુનિવર્સિટીના ( Bhagwan Mahavir University ) પ્રાધ્યાપક ડૉ.દિલીપભાઇ પટેલ,રજીસ્ટ્રાર ડૉ.વિજય માતાવાલા, આસી.રજીસ્ટ્રારશ્રી નિતીનભાઇ પટેલ, NSS કોર્ડિનેટર ડો.સ્નેહલ વાઘેલા અને NSS વિભાગના વિવિધ પ્રોગ્રામ ઓફિસર, આસી.મ્યુનિ.કમિશ્નર અને નોડલ ઓફિસર(સ્વિપ)શ્રી અજયભાઈ ભટ્ટ, ઇલેક્શન અને સેન્સસ વિભાગના સ્પેશ્યલ ઓફિસરશ્રી રાકેશભાઈ મોદી, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને નોડલ ઓફિસર(સ્વિપ-ગ્રામ્ય)શ્રી નરેન્દ્રભાઇ વસાવા તથા મોટી સંખ્યામાં યુનિ.ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version