Site icon

Voting Awareness Program: લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાનો હેતુ, આ તારીખે અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે મતદાન જાગૃતિ કાર્યક્રમ

Voting Awareness Program: તા.૨ એપ્રિલે અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વહેલી સવારે મતદાન જાગૃતિ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય વેકેથોન યોજાશે. સ્વીપ કામગીરી અંતર્ગત ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પોસ્ટરો થકી વધુમાં વધુ લોકોને મતદાન કરવા પ્રેરિત કરવાનો હેતુ

A grand Walkathon will be organized by the students as part of the early morning voting awareness program at the Athwalines Police Parade Ground on April 2.

A grand Walkathon will be organized by the students as part of the early morning voting awareness program at the Athwalines Police Parade Ground on April 2.

News Continuous Bureau | Mumbai 

Voting Awareness Program:   લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને વધુને વધુ લોકો મતદાન ( Voting  ) કરે તેવા આશયથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે તા.૦૨/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ થી ૮.૩૦ વાગ્યા દરમ્યાન અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી વોકેથોન યોજાશે. જેમાં વિવિધ શાળાના અંદાજે ધો.૯ થી ૧૨ના ૨૦૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડથી જિલ્લા કોર્ટ વિસ્તારને આવરી લેતી આ વોકેથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત ફરશે, જેના રૂટમાં મતદાન જાગૃતિ માટેનાં વિવિધ સ્લોગનો અને પોસ્ટરો સાથે મહત્તમ મતદાનનો સંદેશો અપાશે. 

Join Our WhatsApp Community

                  વોકેથોન ( Walkathon ) માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ( Athwalines Police Parade Ground ) ખાતે ૨૦૦૦ બાળકોની બેઠક વ્યવસ્થા તેમજ વોકેથોન દરમિયાન વિદ્યાર્થીઓ ( Students ) માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સહિત જરૂરી મેડિકલ સુવિધા અને ૫૨ મોબાઈલ ટોઇલેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  

આ સમાચાર પણ વાંચો :Mumbai Protest : તાડદેવ વિસ્તારના નાગરિકો ઉતર્યા રસ્તા પર! સ્થાનિક વિધાનસભ્ય મંગલ પ્રભાત લોઢાએ આગેવાનીમાં કર્યું આંદોલન; જાણો શું છે સમગ્ર મામલો..

           અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વીપ મતદાન જાગૃતિ હેઠળ મતદારો ચૂંટણી પ્રક્રિયા અંગે આવશ્યક જાણકારી મેળવે અને ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુસર સુરત શહેર- જિલ્લામાં વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version