Surat: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની અધ્યક્ષતામાં રક્તપિત્ત નિર્મૂલન સમિતિની બેઠક યોજાઈ

Surat: રક્તપિત્ત વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને પીડિત દર્દીઓ માટે તેની સારવારને સઘન બનાવી સુરત જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા જિલ્લા કલેકટર

 News Continuous Bureau | Mumbai 

Surat: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની ( Dr. Saurabh Pardhi  ) અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં રક્તપિત્ત નિર્મૂલન સમિતિની બેઠક યોજાઈ હતી.

Join Our WhatsApp Community

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની રક્તપિત્ત ( Leprosy ) નિર્મૂલન અંગેની વિવિધ યોજનાઓ હેઠળ રક્તપિત્તના દર્દીઓને  ઘરે બેઠા સારવાર તેમજ નવા કેસના ( Leprosy Cases ) સર્વેક્ષણની કામગીરી કરવામાં આવે છે. જે વ્યક્તિને રક્તપિત્તના શંકાસ્પદ ચિહ્નો જણાય તેને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં વિનામૂલ્યે નિદાન અને સારવાર ઉપલબ્ધ છે. 

              કલેક્ટરશ્રીએ વધુમાં કહ્યું કે, વહેલું નિદાન, નિયમિત સારવાર અને કાળજીથી રક્તપિત્તને જડમૂળથી સમાપ્ત કરી શકાય છે. રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ ( Leprosy Awareness )  લાવવાની જરૂર છે. વધુમાં તેઓશ્રીએ રક્તપિત્ત વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને પીડિત દર્દીઓ ( Leprosy patients ) માટે તેની સારવારને સઘન બનાવી સુરત જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

               જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રી ડો. જિજ્ઞેશ પટેલે જણાવ્યું કે, ચામડી ઉપર ચાઠુ કે જેમાં સંવેદનાનો અભાવ હોય, ચેહરા અથવા કાનની બુટમાં સોજો અથવા ગાંઠ જણાય તો રક્તપિત્ત હોઈ શકે, આવા લક્ષણો નજરે પડતા જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા તેમજ રક્તપિત્ત રોગ બાબતે લોકજાગૃતિ ફેલાવવા સૌના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. 

આ સમાચાર પણ વાંચો:  Surat: વાવાઝોડાની આગાહીને પગલે તા.૭ જૂન સુધી સુરતના દાંડી અને ડભારી બીચ રહેશે બંધ

           તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં સુરત શહેર-જિલ્લામાં રક્તપિત્તના ( Leprosy Eradication Committee ) નવા ૩,૧૬૩ નોંધાયા છે. જેમાં ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં ૬૬૩ કેસો નોંધાયા છે. જે પૈકી સુરત શહેરમાં ૨૦૨ કેસોનો સમાવેશ થાય છે. ગત વર્ષે ૬૬૩ કેસોમાં ઓલપાડ તાલુકામાં ૩૪, કામરેજમાં ૪૬, પલસાણામાં ૬૯, ચોર્યાસીમાં ૩૬, માંગરોળમાં ૪૭, ઉમરપાડામાં ૪૦, માંડવીમાં ૫૪, મહુવામાં ૫૮, બારડોલીમાં ૭૭ કેસો નોંધાયા હતા. બારડોલી તાલુકામાં સૌથી વધુ ૭૭ કેસો જ્યારે સૌથી ઓછા ઓલપાડમાં ૩૪ કેસો નોંધાયા હતા. રાજ્યના ૧૨ હાઈએન્ડેમિક જિલ્લાઓ ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, ડાંગ, આણંદ, નર્મદા, નવસારી, પંચમહાલ, સુરત, તાપી, વડોદરા અને વલસાડ છે. આ ૧૨ જિલ્લાઓમાં વર્ષ ૨૦૨૩-૨૪માં રક્તપિત્તના ૩,૬૧૨ કેસો નોંધાયા છે.   

               બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

A meeting of the Leprosy Eradication Committee was held under the chairmanship of Surat District Collector Dr. Saurabh Pardhi

૧. જાણો રક્તપિત્ત વિશે સત્ય હકીકત

– રક્તપિત્ત જંતુજન્ય રોગ છે અને સંપૂર્ણપણે મટી શકે છે, તે પૂર્વજન્મના પાપ કે શ્રાપનું ફળ નથી. રક્તપિત્ત વારસાગત રોગ પણ નથી અને કોઈ બાળક આ રોગ સાથે જન્મતુ પણ નથી. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રક્તપિત્ત હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Exit Polls History: એક્ઝિટ પોલ કેવી રીતે થાય છે, તેનો ઈતિહાસ શું છે અને આ પોલના આંકડા કેટલા સચોટ હોય છે…સમજો આખી વાત..

૨. રક્તપિત્તથી બચવા માત્ર આટલું કરો

– રક્તપિત્તથી ગભરાશો નહિ, તેનું નિદાન અને સારવાર તમામ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો અને જનરલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. જેનો લાભ લઈને જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા સહભાગી બનો. રક્તપિત્તગ્રસ્તોને સન્માનપૂર્વક જીવવા માટે પ્રોત્સાહિત કરો. સમાજને ઉપયોગી બનવા તેમનો સ્વીકાર કરો અને આ રોગથી પીડાતા લોકોને મદદ કરો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version