Site icon

Mukhyamantri Gau Mata Poshan Yojana: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ સુરત જિલ્લા કક્ષાની સમિતિની મળી બેઠક, આટલી ગૌશાળાને રૂ.૬૭.૫૬ લાખની સહાય કરી મંજૂર.

Mukhyamantri Gau Mata Poshan Yojana: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જિલ્લા કક્ષાની સમિતિની મળી બેઠક. પાંજરાપોળ સંચાલિત આખાખોલ,થારોલી, ભેસ્તાન શાખા અને શ્રી ઓમ નંદેશ્વર ગૌશાળામાં ૧૦૦૦થી વધુ પશુ ધરાવતી ચાર ગૌશાળાને રૂ. ૨.૭૦ કરોડની સહાય માટે દરખાસ્ત, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના : સુરતની ૯ ગૌશાળાને રૂ.૬૭.૫૬ લાખની સહાય મંજૂર

A meeting of the Surat district level committee under theMukhyamantri Gau Mata Poshan Yojana, approved Rs.67.56 lakh assistance to this cowshed.

A meeting of the Surat district level committee under theMukhyamantri Gau Mata Poshan Yojana, approved Rs.67.56 lakh assistance to this cowshed.

News Continuous Bureau | Mumbai

Mukhyamantri Gau Mata Poshan Yojana: સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ જિલ્લાકક્ષાની સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં સુરત જિલ્લામાં ૧૦૦૦ કરતાં ઓછા પશુઓ ધરાવતી ૯ ગૌશાળાને રૂ.૬૭.૫૬ લાખની સહાય મંજુર કરવામાં આવી હતી. જયારે ૧૦૦૦ કરતાં વધુ પશુઓ ધરાવતી સુરત પાંજરાપોળની આખાખોલ,થારોલી અને ભેસ્તાન શાખા અને શ્રી ઓમ નંદેશ્વર ગૌશાળા પુણાને ૨.૭૦ કરોડની સહાય આપવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

                સમગ્ર ગુજરાતમાં સરકારી અને દાતાઓના અનુદાન થકી અંદાજે ૧૨૦૦ થી વધુ ગૌશાળા અને ૨૦૦થી વધુ પાંજરાપોળ ધમધમી રહ્યા છે. આ ગૌશાળા અને પાંજરાપોળમાં રખડતી ગાયને લાવી નિભાવની સાથે દેખરેખ રાખવામાં આવે છે. ગાયોના રક્ષણ ( Cow Protection ) માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ગૌશાળાઓને ચોક્કસ રકમની સહાય આપવામાં આવશે. 

                સુરત ( Surat ) જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ દ્રારા મળેલી અરજીઓમાં ૧૦૦૦ કરતાં ઓછા પશુઓ ધરાવતી ૯ ગૌશાળાને રૂ.૬૭,૫૬,૭૫૦ની સહાય મંજૂર કરવામાં આવી હતી. આ નવ ગૌશાળા ૨૪૭૫ પશુઓ ધરાવે છે. આ ગૌશાળાઓને ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા સહાયની રકમ જે તે સંસ્થાના બેંક ખાતામાં ડીબીટીથી જમા કરવામાં આવશે. જ્યારે ૧૦૦૦ કરતાં વધુ પશુ ધરાવતી સુરત પાંજરાપોળ સંચાલિત આખાખોલ,થારોલી અને ભેસ્તાન શાખા અને શ્રી ઓમ નંદેશ્વર ગૌશાળા ( cowshed ) પુણાને ૯૯૦૪ પશુઓ માટે ૨,૭૦,૩૭, ૯૨૦/-રૂપિયાની સહાય ચૂકવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Garib Kalyan Mela Gujarat: બારડોલીમાં સુરત જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું કરાશે વિતરણ.

              આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, સભ્ય સચિવ નાયબ પશુપાલન ( Mukhyamantri Gau Mata Poshan Yojana ) નિયામક ડો. મયૂર ભીમાણી, ધનિષ્ઠ પશુ સુધારણા યોજનાના અધિકારી ડો. ડી.સી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version