News Continuous Bureau | Mumbai

Mega Job Fair Surat: સુરત રોજગાર કચેરીએ બારડોલીમાં કર્યું ‘મેગા જોબ ફેર’નુ આયોજન, ઉમેદવારોને અપાઈ આટલા લાખના પેકેજની ઓફર.

Mega Job Fair Surat: બારડોલીના બાબેન સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મેગા જોબ ફેર યોજાયો. વિવિધ કંપનીઓ, સંસ્થાઓ દ્વારા ૩૨૦ ઉમેદવારોની પસંદગી : જોબ ફેરમાં વાર્ષિક ૭.૫ લાખ સુધીના પેકેજની ઓફર થઇ

  News Continuous Bureau | Mumbai

Mega Job Fair Surat:  રોજગાર કચેરી- સુરત અને બાબેન સ્થિત શ્રી એસ. એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર -ઉમરાખ દ્વારા બારડોલીના બાબેન ખાતે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મેગા જોબ ફેર યોજાયો હતો, જેમાં વિવિધ કંપનીઓ, સંસ્થાઓ દ્વારા ૩૨૦ ઉમેદવારોની  પસંદગી કરાઈ હતી. જોબ ફેરમાં વાર્ષિક ૭.૫ લાખ સુધીના પેકેજની ઓફર થઇ હતી. 

Join Our WhatsApp Channel

              આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે સરકારની વિવિધ રોજગાર અને તાલીમલક્ષી યોજનાઓની સમજ આપતા ઉમેદવારોને ઘરઆંગણે આવેલી રોજગારીની તકોનો તેમજ યોગ્ય લાભ લેવા માટે આહવાન કર્યું હતું. 

               આ ભરતીમેળામાં ( Surat ) વિવિધ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરની કુલ ૫૧ કંપનીઓ જોડાઈ હતી, જેમાં ગોલ્ડી સોલાર, ગિન્ઝા  ઇન્ડસ્ટ્રીઝ લિ., એન. જે. ઇન્ડિયા ઈન્વેસ્ટ પ્રા. લિ, ઇઓન મેડીટેક, સોલેક્સ એનર્જી લિ., બ્લ્યુ ડાર્ટ એક્સપ્રેસ લિ., ડો.રેડ્ડી ફાઉન્ડેશન, શ્રી વેંકટેશ ઇન્ટરનેશનલ લિ. દેવચંદ એન્જીનીયર્સ પ્રા. લિ., રાજહંસ ગ્રુપ, ,એચ. એલ. ઈ. ગ્લાસકોટ લિ., ધ્રુ મોટર્સ, ગ્લોબેલા ફાર્મા. લિ. નેલ્સન ગ્લોબલ પ્રોડક્ટ્સ ઇન્ડિયા પ્રા. લિ., આશિ કેમ, બ્રેક્સ ઇન્ડિયા લિ., વન્ડર સિમેન્ટ તેમજ સ્ટર્લાઇટ પાવર  જેવી  નામાંકિત કંપનીઓ મુખ્ય હતી. 

A mega job fair was held at Vidyabharati Trust in Baben, Bardoli in the presence of MLA Ishwarbhai Parmar in Surat

A mega job fair was held at Vidyabharati Trust in Baben, Bardoli in the presence of MLA Ishwarbhai Parmar in Surat

            જોબ ફેરમાં ( Mega Job Fair Surat ) વિવિધ પ્રકારની કુલ ૧૧૪૩ નોકરીઓ માટે દ.ગુજરાતના આઈ. ટી. આઈ., ધો. ૧૨ પાસ,  ડિપ્લોમા/ ડિગ્રી એન્જીનીઅરીંગ, એમ. બી. એ/બી.બી. એ., સાયન્સ,  આઈ. ટી., ફાર્મસી તેમજ અન્ય સ્નાતક વિદ્યાશાખાના ૧૭૦૦ જેટલા ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી ૭૪૩ ઉમેદવારો ઇન્ટરવ્યૂ માટે હાજર રહ્યા હતા, જેમાંથી ૩૨૦ ઉમેદવારોની પસંદગી કરાઈ હતી. જેમાંથી અનુભવી અને ટેક્નિકલ ક્ષેત્રની જગ્યાઓ માટે આગામી દિવસોમાં ઉમેદવારો કંપનીઓમાં ફાઇનલ ઇન્ટરવ્યૂ માટે જશે.       

આ સમાચાર પણ વાંચો  :  Club Mahindra Pavagadh: ક્લબ મહિન્દ્રાએ ‘ક્લબ મહિન્દ્રા પાવાગઢ’ કર્યું લોન્ચ, કાલિકા માતા મંદિરના દર્શનાર્થીઓને મળશે આ સુવિધાઓ.

  જોબ ફેરમાં ( Mega Job Fair ) રોજગાર ઇચ્છુક ઉમેદવારોમાં કૌશલ્ય વિકાસ માટે જાગૃતિ કેળવાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની તેમજ સી. એસ. આર  હેઠળ ચાલતી વિવિધ તાલીમી યોજનાઓનો ઉમેદવાર લાભ લઇ શકે એ માટે જુદા જુદા સ્કિલ સ્ટોલ ઉભા કરાયા હતા.

A mega job fair was held at Vidyabharati Trust in Baben, Bardoli in the presence of MLA Ishwarbhai Parmar in Surat

      ભરતીમેળાનું આયોજન અને સઁકલન રોજગાર કચેરી-સુરત જિલ્લા ( Surat Employment Office ) કાઉન્સેલર શ્રી બિપીન માંગુકિયા તેમજ SNPITRC કોલેજના ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ડો. જયદિપસિંહ બારડ દ્વારા કરાયું હતું. આગામી દિવસોમાં રોજગાર કચેરી, સુરત અને વિદ્યાભારતી ટ્રસ્ટ દ્વારા બારડોલી તાલુકાના ઉમેદવારો માટે સ્કીલ કાર્યક્રમનું પણ આયોજન થનાર છે.  

        આ પ્રસંગે જિ.પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ,વિદ્યાભારતી ટ્રસ્ટના ( Vidyabharati Trust ) સેક્રેટરી કિરીટ પટેલ, કો સેક્રેટરી ભરત પટેલ, ટ્રસ્ટી મહેન્દ્ર પટેલ, મદદનીશ નિયામક (રોજગાર) કુ. પારૂલબેન એલ. પટેલ, ઓફિસ સુપ્રિન્ટેન્ડેન્ટશ્રી સાવનભાઈ પટેલ, આચાર્ય ડો.પિયૂષ જૈન, ઉપ આચાર્ય ડો. મિરલ ઠક્કર  સહિત રોજગારવાંચ્છું યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat Station Rat Eating Petties દેશના ‘A1’ કેટેગરીના સુરત રેલવે સ્ટેશન પર ગંદકી.. કેન્ટીનમાં કાચના મશીનની અંદર ઉંદરે પફની મિજબાની માણી
Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Exit mobile version