Site icon

Olpad : ઓલપાડ મામલતદાર કચેરી ખાતે આરોગ્યની આકસ્મિક સ્થિતિને ધ્યાને લઈને કલાકોમાં ૫૨ વર્ષીય અભિમન્યુને નવો રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો.

Olpad : અચાનક આવી પડેલી આફત સમયે જનતા જનાર્દનના હિતને પ્રધાન્ય આપતા સરકારી કર્મયોગીઓ.

A new ration card was issued to 52-year-old Abhimanyu within hours considering the health emergency at the Olpad Mamlatdar office.

A new ration card was issued to 52-year-old Abhimanyu within hours considering the health emergency at the Olpad Mamlatdar office.

News Continuous Bureau | Mumbai

Olpad : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારને જયારે કોઈ જીવલેણ બિમારી આવી પડે તેવા સમયે કેન્દ્ર અને ગુજરાત સરકાર ( Gujarat Government ) દ્વારા આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર અપાય છે, પણ જયારે આવી બિમારી આવે અને લોકો પાસે કાર્ડ ન હોય ત્યારે તેમની હાલત કફોડી થતી હોય છે, ત્યારે આવી આકસ્મિક સ્થિતિમાં સુરત ( Surat ) જિલ્લાના ઓલપાડ મામલતદાર કચેરી દ્વારા ઈમરજન્સીના સમયે તત્કાલમાં રેશનકાર્ડ કાઢી આપવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Community

               ઓલપાડના સિવાણ ગામે રહેતા ૫૨ વર્ષીય બાડત્યા અભિમન્યુ કીર્તન જેમને પગના લીગામેન્ટનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે તેમ હતું. આ ઓપરેશન આયુષ્યમાન કાર્ડ ( Ayushman Card  ) હેઠળ થતુ હોવાથી તત્કાલ રાશન કાર્ડની જરૂરિયાત ઉભી થઇ. પણ તેઓની પાસે રેશનકાર્ડ ( Ration card ) ન હતો. જેથી તેઓએ ઓલપાડ મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો. આરોગ્યની ઈમરજન્સી સ્થિતિને જોતા માનવીય અભિગમ અપનાવી તત્કાલ પુરવઠા વિભાગના સ્ટાફ દ્વારા થોડા કલાકોમાં રાશન કાર્ડ કાઢી આપવાની ઉમદા કામગીરી કરવામાં આવી. અરજદારને સરકારી સેવાનો સુખદ અનુભવ થયો હતો અને નેક કામમાં સહાયરૂપ થવા બદલ મામલતદાર ( Olpad Mamlatdar office ) શ્રી તેમજ કર્મચારીઓનો આભાર માન્યો હતો.

આ સમાચાર પણ વાંચો  :  Melanistic Tiger Safari Odisha: ઓડિશામાં પ્રથમ વખત, સિમિલીપાલમાં મેલાનિસ્ટિક વાઘ સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી તરફથી મંજૂરી મળી.. જાણો વિગતે…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Sakhi One Stop Center: સુરત સખી વન સ્ટોપ સેન્ટરની વધુ એક સફળતા: પરિવારથી નારાજ થઈને સુરત આવી પહોંચેલી ઉત્તરપ્રદેશની કિશોરીનું પરિવાર સાથે પુન:મિલન
Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
Exit mobile version