Partition Horrors Remembrance Day: સુરતમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત ચિત્ર પ્રદર્શનનું થયું ઉદ્ઘાટન, આ તારીખ સુધી લઈ શકાશે નિ: શુલ્ક મુલાકાત.

Partition Horrors Remembrance Day: વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નવી પેઢીને આઝાદીની કિંમત સમજાવે છે: ચેમ્બર ઓફ કોમર્સ, પ્રમુખ, વિજયભાઈ મેવાવાલા. કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર પ્રદર્શનનું આયોજન. તા.13 થી 15 ઓગસ્ટ દરમિયાન લોકો નિ: શુલ્ક મુલાકાત લઈ શકશે

 News Continuous Bureau | Mumbai 

Partition Horrors Remembrance Day: કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ (14 ઓગસ્ટ) નિમિત્તે આયોજિત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન ( Photo Exhibition ) ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન તા.13 થી 15 ઓગસ્ટ સવારે 10 થી સાંજે 6 સુધી તમામ નાગરિક માટે નિઃશુલ્ક ખુલ્લું રહેશે. 

Join Our WhatsApp Community

 દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં ( SGCCI ) પ્રમુખ શ્રી વિજયભાઈ મેવાવાલાએ આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નવી પેઢીને આઝાદીની કિંમત સમજાવે તેવું આ ( Central Bureau of Communications ) ચિત્ર પ્રદર્શન છે. વિભાજન ( Partition  ) સમયે લોકોએ જે રીતે પોતાનો જીવ બચાવવા માટે બધું છોડીને જે રીતે ભાગવું પડ્યું હતું, તે ચિત્ર જોઈને અત્યારે પણ કંપારી છૂટી જાય છે. તો એ સમયે આ લોકોએ કેટલી હદે યાતના ભોગવી હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે. યુવા પેઢીએ આપણો આ ભૂતકાળને જોઈ મળેલી આઝાદી અંગે વિચારવું જોઈએ.

કાર્યક્રમ દરમિયાન શૌર્ય ગીત અને ચિત્રકામ તેમજ પ્રશ્નોત્તરી સ્પર્ધાનાં વિજેતાઓને પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, સેક્રેટરી શ્રી નિરવભાઈ માંડલેવાલા, ખજાનચી શ્રી મૃણાલભાઈ શુક્લ ઉપસ્થિત રહ્યા હતાં.

A picture exhibition organized in surat on the occasion of Vibhajan Vibhishika Smriti Diwas inaugurated, can be visited free of cost till this date.

A picture exhibition organized in surat on the occasion of Vibhajan Vibhishika Smriti Diwas inaugurated, can be visited free of cost till this date.

 

આ કાર્યક્રમનાં ભાગરૂપે આર ડી કોન્ટ્રાક્ટર હાઈસ્કૂલનાં બાળકોએ શાળાએથી પ્રદર્શન સ્થળ સુધી તિરંગા રેલી પણ કરી હતી. તેમજ પ્રદર્શનની સાથે પોસ્ટ ઑફિસ, નાનપુરા દ્વારા પોસ્ટ વિભાગ અને તેની વિવિધ યોજનાઓ તેમજ ફિલાટેલી જેવી કામગીરી વિશે લોકોને માહિતી આપવા સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે.

A picture exhibition organized in surat on the occasion of Vibhajan Vibhishika Smriti Diwas inaugurated, can be visited free of cost till this date.

આ સમાચાર પણ વાંચો: Independence Day: ભારત સરકારે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે આટલા પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓને કર્યા આમંત્રિત..

આ પ્રદર્શનમાં દેશનાં વિભાજન સમયે લોકોએ ભોગવેલી પીડા, તેમને કરેલા સંઘર્ષનાં વિવિધ ફોટોગ્રાફ્સ, તે સમયનાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન તા.13 નાં સવારે 11થી 6 તેમજ તા.14 અને 15 ઓગસ્ટનાં સવારે 10 થી સાંજે 6 સુધી નાગરિકો માટે નિ: શુલ્ક ખુલ્લું રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા  ક્ષેત્રિય પ્રચાર અધિકારી ઈન્દ્રવદનસિંહ ઝાલા, રોશન પટેલ અને અમૃતભાઈ સોનેરીએ જહેમત ઉઠાવી  હતી

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version