Gujarat: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટેનો સેમિનાર યોજાયોઃ

Gujarat: સુરત ખાતે ફ્યુચર રેડી 5F ટેક્સટાઇલ અંગે ઉદ્યોગકારોએ પોતાના મંતવ્યો રજુ કર્યા. ભારત સરકાર ૨૦૪૭માં વિકસીત ભારતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છેઃ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ. આ સરકાર સૌના વિચારોને પ્રાધાન્ય આપીને પોલીસીનો અમલ કરનારી સરકાર છે. રાજયના ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી .

A seminar for textile and apparel sector was held on the theme 'Textile Vision of Gujarat for a Developed India

News Continuous Bureau | Mumbai

Gujarat: ૧૦મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ( SGCCI ) ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયા તથા રાજય સરકાર ( State Govt )  દ્વારા ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ( Future Ready 5F: Gujarat’s Textile Vision for a Developed India ) ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર ( Textile and Apparel Sector ) માટેનો સેમિનાર યોજાયો હતો. 

Join Our WhatsApp Community
A seminar for textile and apparel sector was held on the theme 'Textile Vision of Gujarat for a Developed India

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

                આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે ( Darshanaben jardosh ) જણાવ્યું હતું કે,  બેસ્ટ કવોલીટી સાથે ટેકનિકલ ટેક્ષટાઈલક્ષેત્રના વિકાસમાં ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. સુરતના લોકોના નેચરમાં બિઝનેસ માઈન્ડ રહેલો છે. નવસારી ખાતે પીએમમિત્રા પાર્કના નિર્માણથી વિશાળ રોજગારીના સર્જન સાથે ટેક્ષટાઈલક્ષેત્રને નવી ઉચાઈઓ સુધી લઈ જશે તેમ જણાવીને ભારત સરકાર ૨૦૪૭માં વિકસીત ભારતના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી હોવાનું કહ્યું હતું. રાજય સરકારે લેબર, શ્રમ અને ટેક્ષટાઈલની પોલીસીઓ બનાવી છે ત્યારે ટેક્ષટાઈલક્ષેત્રે વિશાળ તકો રહેલી છે. મેનમેડ ફાઈબરની સાથે રેડીમેન્ટ ગારમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવાની કટિબધ્ધતા મંત્રીએ વ્યકત કરી હતી. રેડીમેન્ટ ગારમેન્ટક્ષેત્રે વેલ્યુ એડીશન સાથે મહિલાઓની વિશેષ ભાગીદારી રહેલી છે. ‘ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે.  

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

            આ અવસરે ઉદ્યોગ રાજયમંત્રીશ્રી હર્ષ સંધવીએ ( Harsh Sanghvi ) જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટની શરૂઆત કરીને દેશ તથા દુનિયાના ખુણે ખુણેથી ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરવા માટે આકર્ષ્યા હતા. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગળ વધારી રહ્યા છે. જેનાથી આજે ગુજરાત દુનિયાના નકશામાં ગ્લોબલ પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. અન્ય ઈન્ડસ્ટ્રીઝ કરતા ટેક્ષટાઈલમાં રોકાણથી વધુ રોજગારીનું સર્જન થાય છે. રાજય ગારમેન્ટ સેકટરનું હબ બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સરકાર સૌના વિચારોને પ્રાધાન્ય આપીને પોલીસીનો અમલ કરનારી સરકાર છે. મંત્રીએ સૌ ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું.   

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

             એસોચેમ (ASSOCHAM) ગુજરાત કાઉન્સિલના ચેરમેન શ્રી ચિંતન ઠાકરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ટેક્સટાઈલ સેક્ટર સાથે સંકળાયેલ ઉદ્યોગકારોના સહકાર માટે કટ્ટિબદ્ધ છે. એટલે જ ટેક્સટાઈલ ઉદ્યોગકારો માટે ગુજરાતમાં મોટી તક રહેલી છે. ખેતીવાડી બાદ સૌથી વધુ રોજગારી ટેક્ષટાઈલ ક્ષેત્ર પુરી પાડે છે. બીજા અન્ય સેક્ટરમાં એક કરોડના રોકાણમાં ૩ થી ૫ લોકોને રોજગારી મળે છે જેની સામે ટેક્સટાઈલ સેકટરમાં એક કરોડના રોકાણથી ૯ થી ૧૫ રોજગારીનું સર્જન થાય છે. રાજયમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ (પીએલઆઇ), RoSCTL સ્કીમ (‘ગાર્મેન્ટ્સ અને મેડ-અપ્સની નિકાસ પર રાજ્ય અને કેન્દ્રીય કર અને વસૂલાતની છૂટ માટેની યોજના’), પોલીસી તેમજ જીએસટીને લઈને સરકારની નીતિઓથી ટેક્સટાઈલ સેક્ટરના વિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજયમાં વિવિધ પ્રકારની ઈન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસી અમલી છે, જેના કારણે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ તરીકે ઉભરી રહ્યું છે. સરકારની ટેક્સટાઈલ પોલિસીથી ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટેક્નોલોજી અપગ્રેડેશન, સ્કીલ એન્હાન્સમેન્ટ-ડેવલપમેન્ટ અને ટેક્સટાઈલ પાર્ક્સનો રાજયમાં વિકાસ થઈ રહ્યો છે. રાજયમાં આઈટી, આઈટીઈએસ, રોબોટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રો પણ વેગવંતા બની રહ્યા છે, ત્યારે ગ્રામીણ રોજગાર અને મહિલા સશક્તિકરણ માટે ટેક્સટાઈલ ક્ષેત્રમાં પણ સૌથી વધુ ઉજ્જવળ તકો રહેલી છે.  

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

આ સમાચાર પણ વાંચોઃ Deepfake : ડીપફેક સામે સરકાર બનાવશે નિયમો, ડીપફેક બનાવનાર અને હોસ્ટ કરનાર પ્લેટફોર્મ સામે થઈ શકે છે આ કાર્યવાહી..

             વધતા જીડીપી સાથે વૈશ્વિક ધોરણે ઊભરી રહેલી આગવી છબીએ અમૃતકાળમાં પ્રવેશી ચૂકેલા ભારતની પ્રતીતિ કરાવે છે એમ ગૌરવભેર જણાવતા કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ કમિશનર શ્રીમતિ રૂપરાશીએ સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા. નવી નીતિઓ અને ઔદ્યોગિક ક્રાંતિ સાથે ટ્રેડિશનલ ટેક્સટાઇલને ટેકનિકલ ટેક્સટાઇલમાં રૂપાંતરિત કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. પી.એમ મિત્રા પાર્ક અને સાગરમાલા જેવા પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે, અનેકવિધ પરિબળોની મદદથી દેશમાં કાપડ ઉદ્યોગને વેગ મળશે. ટેક્સટાઇલમાં આધિપત્ય સ્થાપિત કરનાર ચાઈનાને પછાડી આવનારા સમયમાં ભારત આગેકૂચ કરશે તેવી પ્રતિબધ્ધતા દર્શાવી હતી. 

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

            આ અવસરે વિકસીત ભારત માટે ગુજરાતના ટેક્સટાઇલ વિઝનની મહત્વની ભૂમિકા લૂમ્સથી માંડીને અગ્રણી ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા વણાટ પરંપરાની ટેક્નોલોજી જેવા સેશનમાં ગુજરાતના ટેક્સટાઈલ અને એપેરલ સેક્ટર અંગે તેમજ સેક્ટરને ફ્યુચર-રેડી બનાવવા માટે  ઉદ્યોગકારોએ પોતાના મંતવ્યો રજુ કર્યા હતા. 

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

            આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજયમંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, મેયર શ્રી દક્ષેશ માવાણી, ઉદ્યોગ કમિશનર શ્રી સંદીપ સાંગલે (IAS), સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, ચેમ્બરના પ્રમુખ રમેશ વધાસીયા, પ્રિયવંદન મફતલાલ તથા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

A seminar for textile and apparel sector was held on the theme ‘Textile Vision of Gujarat for a Developed India

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version