Site icon

Lok Sabha Elections: ૮૫ વર્ષથી વધુ ઉંમરના બારડોલીની પાંચ વિધાનસભાના ૨૪૮ અને નવસારીના ચાર વિધાનસભા વિસ્તારોના ૧૬૯ મળી કુલ ૪૧૭ વૃદ્ધજનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

Lok Sabha Elections: બારડોલી અને નવસારી બેઠકના અનુક્રમે ૨૪૮ અને ૧૬૯ વડીલ મતદારો તેમજ ૨૩ અને ૧૧ દિવ્યાંગ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

A total of 417 senior citizens over the age of 85 years voted by postal ballot, including 248 from Bardoli and 169 from Navsari.

A total of 417 senior citizens over the age of 85 years voted by postal ballot, including 248 from Bardoli and 169 from Navsari.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: સુરત-૨૪ લોકસભા સંસદીય બેઠક બિનહરિફ થઈ છે, ત્યારે સુરત-૨૪ બેઠકમાં આવતા ૭ વિધાનસભા મતવિસ્તારો સિવાય નવસારી અને બારડોલી ( Bardoli ) સંસદીય બેઠકોમાં સમાવિષ્ટ ૧૫૬-માંગરોળ, ૧૫૭-માંડવી, ૧૫૮-કામરેજ, ૧૬૩-લિંબાયત, ૧૬૪-ઉધના, ૧૬૫-મજુરા, ૧૬૮-ચોર્યાસી, ૧૬૯-બારડોલી અને ૧૭૦-મહુવામાં તા.૭મી મે ના રોજ ચૂંટણી યોજાનાર છે, જેમાં વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે સુરત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા અનેકસ્તરે કામગીરી થઈ રહી છે. ચૂંટણીલક્ષી અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ચૂંટણીપંચની ગાઈડલાઈન અનુસાર ૮૫ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધજનો ( Senior Citizen ) ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી સુવિધા ઉભી કરાઈ છે. ત્યારે ૮૫ વર્ષથી વધુ ઉંમરના બારડોલીની પાંચ વિધાનસભાના ૨૪૮ અને નવસારીના ચાર વિધાનસભા વિસ્તારોના ૧૬૯ મળી કુલ ૪૧૭ વૃદ્ધજનોએ પોસ્ટલ બેલેટથી ( postal ballot ) મતદાન કર્યું છે.  

Join Our WhatsApp Community

             બારડોલી અને નવસારી લોકસભા બેઠકમાં કુલ મળીને ૪૯૨ જેટલા ૮૫ વર્ષથી વધુ વયના, દિવ્યાંગ અને આવશ્યક સેવા સાથે જોડાયેલા કર્મીઓ નોંધાયા છે. જે પૈકી ૪૫૧ મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જેમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૪૧૭ વૃદ્ધજનોનો સમાવેશ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : Lokshabha Elections 2024 : ઉત્તર મુંબઈ મતવિસ્તારમાંથી પીયૂષ ગોયલએ નોંધાવી ઉમેદવારી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત દિગ્ગજ નેતા રહ્યા ઉપસ્થિત..

             બારડોલી સંસદીય મતવિસ્તારમાં ૮૫થી વધુના ૨૬૨, દિવ્યાંગ ૨૫ અને આવશ્યક સેવાઓના ૮ મળી કુલ ૨૯૫ મતદારો નોંધાયા છે, જે પૈકી ૮૫થી વધુના ૨૪૮, દિવ્યાંગ ૨૩ મળી કુલ ૨૭૧ મતદાતાઓએ મતદાન કર્યું છે, જયારે નવસારી સંસદીય મત વિસ્તારમાં ૮૫થી વધુના ૧૮૪, દિવ્યાંગ ૧૩ મળી કુલ ૧૯૭ મતદારો નોંધાયા છે, જે પૈકી ૮૫થી વધુના ૧૬૯ અને દિવ્યાંગ ૧૧ મળી કુલ ૧૮૦ મતદાતાઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. 

             નોંધનીય છે કે, ઉપરોક્ત મતદારોએ ફોર્મ ૧૨ ભરીને ચૂંટણી પંચની ( Election Commission ) બેલેટથી મતદાન સુવિધાનો લાભ મેળવ્યો હતો, જેમાં જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા આવા મતદારોના ઘરે જઈને મતદાન કરાવવામાં આવ્યું હતું. વૃદ્ધ મતદાતાઓએ પણ ઘરેબેઠા પોસ્ટલ બેલેટથી ઉત્સાહભેર મતદાન કરીને ચૂંટણી પંચની ઉમદા સુવિધા મેળવવા સાથે સૌને મહત્તમ મતદાન ( Voting ) કરવાનો સંદેશો આપ્યો હતો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version