Surat: સુરતની પીડિત મહિલાઓના જીવનમાં નવી આશાનું કિરણ બનીને આવી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન

Surat: વર્ષ ૨૦૨૩ દરમિયાન સુરત શહેર-જિલ્લાની ૧૫,૭૦૮ મહિલાઓએ કોલ કરી અભયમ હેલ્પલાઈનની મદદ માંગી. ઘરેલું હિંસાના ૭૩૦૨ સૌથી વધુ ૨,૪૪૮ કોલ: ૨૪૪૮ ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અભયમ દ્વારા મહિલાનો બચાવ અને સહાયતા કરાઈ

News Continuous Bureau | Mumbai 

Suratરાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ ( Department of Women and Child Development ) ,  ગૃહવિભાગ અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા તા.૮મી માર્ચ-૨૦૨૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ( International Women’s Day ) રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ( 181 Abhayam Women Helpline ) કાર્યરત કરવામાં આવી હતી, જે આજે પણ અવિરતપણે મહિલાઓની ( Women  ) મદદગાર બની રહી છે. મહિલાઓને ઘરેલું હિંસા ( Domestic Violence ) સહિત વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીઓ સમયે તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માર્ગદર્શન પૂરૂ પાડતી ૧૮૧ સેવા મહિલાઓ માટે સંજીવની સમાન બની છે.  

Join Our WhatsApp Community
Abhayam 181 Women's Helpline came as a ray of new hope in the lives of the afflicted women of Surat

Abhayam 181 Women’s Helpline came as a ray of new hope in the lives of the afflicted women of Surat

                   પીડિત મહિલાઓ માટે ૧૮૧ સેવા એક સાચી સાહેલી તરીકે દિન-પ્રતિદિન વિશ્વાસ સંપાદિત કરી રહી છે, ત્યારે વર્ષ ૨૦૨૩ દરમિયાન મહિલા હેલ્પ લાઈનમાં સહાયતા માટે સુરત શહેર-જિલ્લાની ૧૫,૭૦૮ મહિલાઓના કોલ આવ્યા હતા, જેમાં ઘરેલું હિંસાના ૭,૩૦૨, માનસિક હેરાનગતિના ૧,૮૨૧, લગ્નજીવનના વિખવાદોના ૧,૦૬૬, કાનૂની માર્ગદર્શનના ૫૩૨, કસ્ટડી ૨૪૨, અન્ય સબંધને કારણે વિખવાદના ૧,૦૬૬, માલ-મિલકતના ૧૨૪, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના ૩૦૩, મહિલા કર્મચારીના ઈસ્યૂના ૨૨૧, પેરેન્ટીગ બાબતના ૧૫૫, માનસિક અસ્થિરતા અથવા મનોરોગીના ૧૪૧, માનસિક તણાવના ૯૧, સિનીયર સિટીઝનના ૩૫ કોલ આવ્યા હતા, જેમાંથી ૨,૪૪૮ જેટલાં ખાસ કિસ્સામાં અભયમ રેસ્ક્યું વાન સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહિલાનો બચાવ અને સહાયતા કરવામાં આવી હતી. જ્યારે બાકીના કિસ્સામાં કાઉન્સેલિંગ કરી જરૂરિયાત મુજબ સરકારી કે અન્ય એજન્સીઓ સાથે સંકલન કરી ૧૮૧ સેવા મદદરૂપ બની છે.

Abhayam 181 Women’s Helpline came as a ray of new hope in the lives of the afflicted women of Surat

મહિલાઓ અભયમ ટીમને અંગત સમસ્યાઓ, હિંસા કે સતામણીમાં મદદ, હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પલાઈનની સેવા મેળવતી થઈ.

આ સમાચાર પણ વાંચો :  Mumbai Trans Harbour Link : મુંબઈથી નવી મુંબઈ હવે ફક્ત ૨૦ મિનિટમાં જ જઈ શકાશે, PM મોદી આ તારીખે કરશે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન..

            અભયમની ૨૪*૭, વિનામૂલ્યે સેવા મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ અને સિનિયર સિટીઝન માટે આશીર્વાદરૂપ બની છે. લગ્નજીવન અને લગ્નેતર સંબંધમાં અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખવાદ દૂર કરી પરિવારમાં સુલેહ-શાંતિ કરવામાં આવી છે. આ ઉપરાંત, મહિલાઓ સાથે થતી શારીરિક, માનસિક કે જાતીય, કાર્યસ્થળે સતામણી, પ્રજોત્પતિને લગતી બાબતો, જાતીય તેમજ બાળજન્મ અને આરોગ્યને લગતી બાબતોમાં સુખદ સહાય અને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. ટેકનોલોજીના આ યુગમાં સોશ્યલ મીડિયા થકી હેરાનગતિ, પેરેન્ટીંગ ઈસ્યૂ, માનસિક હતાશા, મિલકત અને વેતનને લગતા કિસ્સાઓમાં યોગ્ય સમાધાન કરાવાયું છે. ઉપરાત, બાળકોના પ્રશ્નો, સિનિયર સિટીઝનને હેરાનગતિ, ઘર છોડવા મજબૂર કરવા, પડોશી સાથેના ઝઘડાઓ, તરૂણાવસ્થાના પ્રશ્નોમાં અભયમ સેવા હંમેશા પીડિતાની પડખે ઉભી રહી છે. આ ઉપરાત, ઘરેથી કાઢી મૂકેલ, ગૃહત્યાગ કે ભૂલી પડેલી મહિલાઓ સહિત બાળકોને પરિવાર સુધી પહોંચાડ્યા છે, અથવા સુરક્ષિત આશ્રય અપાવવામાં સફળતા મળી છે. એટલે જ મહિલાઓ અભયમ ટીમને અંગત સમસ્યાઓ, હિંસા કે સતામણીના મદદ, હલ અને યોગ્ય માર્ગદર્શન માટે વિના સંકોચે ૧૮૧ મહિલા હેલ્પલાઈન ની મદદ મેળવતી થઇ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version