Bijamrita: કૃષિ બીજનું અમૃત્ત એટલે બીજામૃત્ત, બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે

Bijamrita: ખાતરને બદલે ખેતરમાં જ બનાવેલું બાયો-કલ્ચર એટલે બીજામૃત્ત

News Continuous Bureau | Mumbai

Bijamrita: કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ ( Organic agriculture ) . પ્રાકૃતિક કૃષિ એ કૃત્રિમ ખાતર અને કૃત્રિમ જંતુનાશકો આપવાનો, બહારની ખેત સામગ્રી વગર ખેત ઉપાદન કરવાના સિધ્ધાત-સામગ્રી વગર ખેત ઉત્પાદન કરવાના સિદ્ધાંતને આધારિત છે. જીવામૃત અને ઘનજીવામૃતની જેમ બીજામૃત પણ પ્રાકૃતિક ખેતીનો પ્રાણ છે. બીજામૃતનો ઉપયોગ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં વાવણી પહેલા બીજને પટ આપવા માટે થાય છે. કોઈપણ પાકની વાવણી કરતા પહેલા બીજામૃત થી બીજને પટ આપવો ખૂબ જ જરૂરી છે. રાસાયણિક ખેતી પદ્ધતિમાં પણ બીજની માવજત જંતુનાશકથી કરવામાં આવે છે. પરંતુ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતનો ઉપયોગ થાય છે, તેવી જ રીતે તેનો ઉપયોગ રાસાયણિક અથવા સજીવ ખેતીમાં પણ કરી શકાય છે અને શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય છે. 

Join Our WhatsApp Community

            બીજામૃતને બીજ અમૃત તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજામૃત દ્વારા બીજનો ઉગાવો સારો મળે છે અને છોડમાં ( Plantation )  રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બીજામૃત થી જમીનજન્ય ફૂગ સામે રક્ષણ છે.

           બીજામૃત બનાવવા, ૧૦૦ કિગ્રા બિયારણને પટ આપવા માટે ૨૦ લિટર પાણી(વધુમાં વધુ) + ૫ લિટર દેશી ગાયનું ગોબર+ ૧ મૂઠી વડ નીચેની માટી / શેઢા + પાળાની માટી/રાફડાની માટી આ મિશ્રણને કોથળાથી ઢાંકી, રાતભર રાખ્યા બાદ સવારે હલાવી સ્થિર થયા બાદ ઉપયોગમાં લઈ શકાય.

Bijamrita: વાવણી પહેલા બિયારણને બીજામૃતનો પટ આપવાની રીત

(૧) મગફળી અને સોયાબીન માટે બંને પાકની બહારની ફોતરી ખૂબ જ નરમ હોવાથી તેના બીજને પટ આપતી વખતે બીજામૃતને બદલે ઘન જીવામૃતનો ઉપયોગ ૧૦:૧ ના પ્રમાણમાં કરવો એટલે કે ૧૦ કિગ્રા બિયારણ હોય તો ૧ કિગ્રા ઘન જીવામૃત ભેળવવું.

Agricultural seed nectar is Bijamrita Bijamritta is used in natural farming system to coat the seeds before sowing.

Agricultural seed nectar is Bijamrita Bijamritta is used in natural farming system to coat the seeds before sowing.

(૨) ધાન્ય અને તેલીબિયા પાકોમાં ચોખા, બાજરા, મકાઈ, જુવાર, ઘઉં, તલ, અળસી, સૂર્યમુખી, કપાસ, કસુંબી વેગેર પૈકી જે વાવવું હોય તે બીજ પાથીને બીજામૃતનો છંટકાવ કરવો ત્યારબાદ તેને હાથથી બરોબર મિશ્ર કરવું અને છાયડામાં સુકવવું.

 (૩) કઠોળ વર્ગના પાકમાં મગ, મઠ, અડદ, તુવેર, ચોળા, ચોળી, વાલ, વટાણા, રાજમા કે મેથી જેવા પાકમાં બીજામૃતનો છંટકાવ કર્યા બાદ બે હાથોથી મસળવાને બદલે ફક્ત આંગળીઓ ફેરવી ધીરેથી ઉપર નીચે કરવું અને છાયામાં સુકવવું.

આ સમાચાર પણ વાંચો  : Uddhav Thackeray on Dharavi: ઉદ્ધવ ઠાકરેએ ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- ‘મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ..

(૪) કંદમૂળમાં બટાકા, હળદર, આદું, કેળ કે શેરડીના વાવેતર માટે તેની કાતરી સુંડામાં લઈ તેને બીજામૃતમાં થોડી સેકન્ડ માટે ડૂબાડીને કાઢયા બાદ વાવવું. 

(૫) શાકભાજીમાં બહારથી લીધેલા શાકભાજીના પેકેટને તોડી, પાણીથી ધોઈને બીજામૃતમાં ડૂબાડીને વાવવું જેથી કાંપનીનો પટ ધોવાઈ જાય.

(૬) રોપા માટે રોપાના મૂળ બીજામૃતમાં અમુક સેકન્ડ માટે ડૂબાડીને પછી વાવવા.

                આમ, પદ્ધતિસર બનાવેલા અને ઉપયોગમાં લીધેલા બીજામૃતના સમયસર ઉપયોગથી પાકની ગુણવત્તા સુધારી મહત્તમ પાક લઈ શકાય છે. જેથી ખેડૂતોને મબલખ ઉત્પાદન અને મહત્તમ નફો રળવાની તક મળે છે. ખાતરને બદલે ખેતરમાં જ બનાવેલ બાયો-કલ્ચર એટલે બીજામૃત્ત ખેડૂતો માટે આશીર્વાદરૂપ બન્યું છે.

 Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Snowfall: પહાડો પર છવાઈ સફેદ ચાદર! હેમકુંડ સ્થિત લક્ષ્મણ મંદિર નો 1 ફૂટ બરફથી થયો શણગાર, જુઓ શાનદાર નજારો
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Weather Alert: આજે ફરી બગડશે હવામાન, ભારે વરસાદ અને તેજ પવનોની આશંકા વચ્ચે આ વિસ્તારોમાં જારી કરાયું એલર્ટ
Exit mobile version