Site icon

Agriculture News : બારડોલી ખાતે જમીન-પાણીના નમૂનાનું પૃથ્થકરણ કરવા જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત, ખેડૂતો નજીવા શુલ્કથી કરાવી શકે છે ચકાસણી

Agriculture News : ખેડૂત ખાતેદાર પોતાની ખેતીની માટીના અને પાણીના નમુનાની ચકાસણી કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરનો માટી અને પાણીનો નમૂનો લઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, અલંકાર સિનેમાની બાજુમાં, તેન રોડ બારડોલીની કચેરીએ આપવા

Agriculture News Soil Testing Laboratory Started In Bardoli For Farmers

Agriculture News Soil Testing Laboratory Started In Bardoli For Farmers

News Continuous Bureau | Mumbai

Agriculture News : સુરત જિલ્લાના ખેડૂત ખાતેદારો માટે બારડોલી ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે, જેમાં માટી અને પાણીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઈ ખેડૂત ખાતેદાર પોતાની ખેતીની માટીના અને પાણીના નમુનાની ચકાસણી કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરનો માટી અને પાણીનો નમૂનો લઈ મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, અલંકાર સિનેમાની બાજુમાં, તેન રોડ બારડોલીની કચેરીએ આપવા. આ માટે સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની મુખ્ય તત્વો રૂ.૧૫, સુક્ષ્મ તત્વો રૂ.૧૫ અને પાણીના પ્રતિ નમૂના લેખે રૂ.૧૫ ફી લઈ ચકાસણી કરી અપાશે. જમીન-પાણીના નમૂના લેવાની પધ્ધતિ અને આ બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક અને તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)નો સંપર્ક કરવો એમ મદદનીશ મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, બારડોલીની યાદીમાંમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Surat News :આદિવાસી પિતાએ દહેજને તિલાંજિલ આપી નવ ગુલાબના ફૂલ સાથે દિકરીને વિદાય આપી- કન્યાદાન કર્યું

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Debt waiver announcement: ખેડૂતોને મોટી ભેટ: રાજ્ય સરકાર દ્વારા આ તારીખ સુધી દેવા માફીની જાહેરાત, બચ્ચુ કડુએ આપી ખુશખબરી
Farmers’ movement: નાગપુરમાં તંગદિલી: દેવા માફી મુદ્દે ખેડૂતો રસ્તા પર, રેલવે વ્યવહાર ખોરવવાની ધમકીથી મોટું સંકટ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Exit mobile version