News Continuous Bureau | Mumbai
Gujarat Government: વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ ( Vibrant Summit-2024 ) અંતર્ગત સુરતના ( Surat ) એધસ ગ્રુપ ( Adhus Group ) દ્વારા ગુજરાત સરકાર સાથે ૧૦૧૮ કરોડના MoU કરવામાં આવ્યા છે. જેમાં ફ્યુઅલ (ઇથેનોલ), ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ, પ્રિ-બાયોટીક કોસ્મેટીક પ્રોડક્ટ્સ, સેમી કંડકટર મેનુફેક્ચરીંગ, FRP રોડ્સ મેન્યુફેકચરીંગ અને IT કન્સલ્ટીંગ મળીને કુલ ૧૦૧૮ કરોડ ના MoU મુખ્યમંત્રીશ્રી ભુપ્રેન્દ્રભાઈ પટેલની ( Bhupendrabhai Patel ) હાજરીમાં ગાંધીનગર ખાતે કરવામાં આવ્યા હતા.

Ahead of the Vibrant Gujarat Summit, Surat’s Adhus Group signed an MoU of Rs 1018 crore with the Gujarat government.
એધસ ગ્રુપ દ્વારા વડોદરા ( Vadodara ) જિલ્લાના ડેસર ખાતે ૨૮૦ KLPD નો બાયો-ફ્યુઅલ મેન્યુફેક્ચરીંગનો પ્લાન્ટ સ્થપાઈ રહ્યો છે. આ કંપનીના ફાઉન્ડર અને ડાયરેક્ટર શ્રી હરેશભાઈ પરવડીયાએ વધુમાં જણાવ્યું કે, આ ઇથેનોલ ટુક સમયમાં વાહનોમાં ફ્યુઅલ તરીકે વપરાશે અને આ વિસ્તાર ના ઓછામાં ઓછા ૧૦૦૦ કરતા વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારીની તકો પૂરી પાડશે.
Ahead of the Vibrant Gujarat Summit, Surat’s Adhus Group signed an MoU of Rs 1018 crore with the Gujarat government.
એધસ ગ્રુપ દ્વારા એક અદભૂત બ્રાંડ ‘કાઉબેરી’ ( cowberry ) લોન્ચ કરવામાં આવી છે, કંપની ના CEO શ્રી કૌશિક સોનાણીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટના માધ્યમથી ૧૦૦% શુદ્ધ, ઝેરમુક્ત અને જંતુનાશક દવારહિત, ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્રોડક્ટસ દેશની જનતાને ઓનલાઈન અને ઓફલાઈન સ્ટોર્સથી પહોચાડવામાં આવશે. દેશનો સૌથી મોટો એગ્રી-ટુરિઝમ પ્રોજેક્ટ સાથે કાઉબેરી વડોદરા જિલ્લામાં ૨૦૦ વીઘામાં ઓર્ગેનિક સર્ટિફાઈડ પ્લાન્ટ સાથે દેશની કાઉબેરી વર્લ્ડ એગ્રી યુનિવર્સિટી સુધી બનાવવાનું સ્વપ્ન સાકાર થશે. કંપનીના ડાયરેક્ટરશ્રી કૃણાલ પરવડિયાએ જણાવ્યું કે, કાઉબેરી FPO મેનેજમેન્ટ સોફ્ટવેરથી દેશના ખેડૂતોને જોડાવાનું અને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવાનું કામ સરળ થશે, તથા આ બ્રાન્ડનું ઈ-કોમર્સ પ્લેટફોર્મથી ભારતીય રસોડામાં ઉપયોગી એવા બધા જ મરી-મસાલા, ધાન્ય પાકો અને કઠોળ સહિત બેકરી પ્રોડક્ટ્સ, નમકીનને દેશ-વિદેશમાં ઓર્ગેનિક સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ ઘરે-ઘરે પહોચતી કરી શકાશે.
Ahead of the Vibrant Gujarat Summit, Surat’s Adhus Group signed an MoU of Rs 1018 crore with the Gujarat government.
આ સમાચાર પણ વાંચો : Surat: સુરત શહેર-જિલ્લા કક્ષાએ “બાળ નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા ૨૦૨૩-૨૪” યોજાશે
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.