Amarnath Yatra Health Certificate : નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટીફિકેટ આપવાનો પ્રારંભ, પ્રથમ દિવસે ૬૦૦થી વધુ સર્ટીફિકેટ અપાયા..

Amarnath Yatra Health Certificate : પ્રથમ દિવસે યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. હજુ પણ એક મહિનાથી વધુ સમય માટે સર્ટીફિકેટ આપવામાં આવશે. શનિવારે પણ મેડિકલ સર્ટીફિકેટની કામગીરી શરૂ રહેશે.

News Continuous Bureau | Mumbai

Amarnath Yatra Health Certificate : અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે, જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી સર્ટિફિકેટ આપવાનો પ્રારંભ થયો છે.  પ્રથમ દિવસે યાત્રાળુઓનો ધસારો જોવા મળ્યો હતો. 

Join Our WhatsApp Community

Amarnath Yatra Health Certificate Rims launches health certificate drive for Amarnath Yatra pilgrims

હજુ પણ એક મહિનાથી વધુ સમય માટે સર્ટીફિકેટ આપવામાં આવશે.  શનિવારે પણ મેડિકલ સર્ટીફિકેટની કામગીરી શરૂ રહેશે.

સિવિલમાં જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 

આ કામગીરી હોસ્પિટલ કામકાજનાં ચાલુ દિવસોમાં સોમવાર થી શુક્રવાર દરમ્યાન સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન ચાલશે. 

સર્ટીફિકેટની ફી લેવામાં આવતી નથી. યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ માટે કેસ બારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. 

શ્રી અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓએ પોતાની સાથે નંગ-૪(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.

 

આ સમાચાર પણ વાંચો :  Padma Awards 2026: પદ્મ પુરસ્કારો-2026 માટે નામાંકન 31 જુલાઈ, 2025 સુધી ખુલ્લું રહેશે  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Surat Ganesh Utsav: મોટા વરાછામાં સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ પર ગજાનન ગણેશજીની સ્થાપના
Namo Divyang: સુરત જિલ્લાના ૧૦૧ દિવ્યાંગજનોએ ‘નમો દિવ્યાંગ ઔદ્યોગિક સહકારી મંડળી’ની સ્થાપના કરી: દિવ્યાંગોને આત્મનિર્ભર અને સશક્ત બનાવશે મંડળી
Exit mobile version