Site icon

Amarnath Yatra Health Certificate : નવી સિવિલ હોસ્પિટલ ખાતે તાઃ૧૧મી એપ્રિલથી અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે મેડીકલ સર્ટીફિકેટ આપવાની શરૂઆત થશે..

Amarnath Yatra Health Certificate :હોસ્પિટલ કામકાજનાં ચાલુ દિવસોમાં સોમવાર થી શુક્રવાર દરમ્યાન સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન થશે. જે મેડીકલ સર્ટીફિકેટની ફી લેવામાં આવતી નથી.

Amarnath Yatra Health Certificate The new Civil Hospital will start issuing medical certificates to pilgrims going on the Amarnath Yatra from April 11.

Amarnath Yatra Health Certificate The new Civil Hospital will start issuing medical certificates to pilgrims going on the Amarnath Yatra from April 11.

News Continuous Bureau | Mumbai 

Amarnath Yatra Health Certificate : અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તા:૧૧/૦૪/૨૦૨૫ના રોજથી જુના એમ.આઇ.સી.યુ. બિલ્ડીંગનાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડીકલ ફીટનેસ સર્ટીફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી હોસ્પિટલ કામકાજનાં ચાલુ દિવસોમાં સોમવાર થી શુક્રવાર દરમ્યાન સમય સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન થશે. જે મેડીકલ સર્ટીફિકેટની ફી લેવામાં આવતી નથી. યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ એ કેસબારી, તબીબો, લેબોરેટરી રૂમ તથા ઇ.સી.જી. ની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. 

Join Our WhatsApp Community

શ્રી અમરનાથજી યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે નંગ-૪(ચાર) પાસપોર્ટ સાઇઝ ફોટા, આઇ.ડી. પ્રૂફ (આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટીંગ કાર્ડ, ડ્રાઇવીંગ લાઇસન્સ પૈકી કોઇપણ એક) અસલ તથા ઝેરોક્ષ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટીફિકેટ ફોર્મ (બે નકલમાં) સાથે રૂબરૂમાં આવવાનું રહેશે.

આ સમાચાર પણ વાંચો :Gujarat MLA fund : ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્યોની ગ્રાન્ટમાં ધરખમ વધારો..

સરકારના પ્રવર્તમાન પરિપત્ર/ગાઇડલાઇન અનુસાર ૧૩ વર્ષથી નીચેનાં અને ૭૦ વર્ષ ઉપરનાં વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ, હૃદયની બાયપાસ સર્જરી અને સ્ટેન્ટ મુકવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને મેડીકલ સર્ટીફિકેટ ઇસ્યુ કરવામાં આવશે નહીં. તેમ નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધીક્ષકની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version