Animal husbandry Business : સુરતના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદિપભાઇ પટેલ, પશુપાલન થકી મહિને મેળવી રહ્યો છે રૂ.૩૦ હજારની આવક

Animal husbandry Business : ચાફ કટર યોજના પણ આ પૈકીની એક યોજના છે, જેની સહાયથી પશુઓના ઘાસનું સરળતાથી કટિંગ કરી શકાય છે. યોગ્ય સાઈઝમાં કટિંગ કરેલું ઘાસ પશુઓ સરળતાથી ખાઈ શકે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના પશુપાલન કરતા આદિવાસી યુવાન પ્રદિપભાઇ રમણભાઈ પટેલને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની ચાફ કટર યોજના હેઠળ રૂ.૩૫ હજારના ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે.

  News Continuous Bureau | Mumbai 

Animal husbandry Business :

Join Our WhatsApp Community

ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે. પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે. ચાફ કટર યોજના પણ આ પૈકીની એક યોજના છે, જેની સહાયથી પશુઓના ઘાસનું સરળતાથી કટિંગ કરી શકાય છે. યોગ્ય સાઈઝમાં કટિંગ કરેલું ઘાસ પશુઓ સરળતાથી ખાઈ શકે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના પશુપાલન કરતા આદિવાસી યુવાન પ્રદિપભાઇ રમણભાઈ પટેલને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની ચાફ કટર યોજના હેઠળ રૂ.૩૫ હજારના ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે.

Tribal youth Pradipbhai Patel is earning an income of Rs. 30 thousand per month through animal husbandry

 

પશુપાલન થકી આત્મનિર્ભર બનેલા પ્રદિપભાઈ પટેલ જણાવે છે કે, મારો પરિવાર પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલો છે, હું પણ ધો. ૧૨ સુધી અભ્યાસ કર્યા બાદ આ ક્ષેત્રમાં જોડાયો. હાલમાં હું સાત પશુઓ વડે વાછાવડ ગામની દુધ ડેરીમાં દર મહિને રૂ.૩૦ હજારનું દુધ ભરૂ છું. જેનાથી મારા પરિવારનું ગુજરાન સુખમય રીતે ચાલી રહ્યું છે.

સરકારની સાધન સહાયથી ધંધામાં પ્રગતિ થઈ છે એમ જણાવી પ્રદિપભાઈ ઉમેરે છે છે કે, મને અન્ય પશુપાલક મિત્રો પાસેથી જાણકારી મળી કે માંડવી ટ્રાયબલ સબ પ્લાનની કચેરી દ્વારા ઘાસ કાપવાના મશીનની સહાય મળી શકે છે. આ કચેરીમાં રૂબરૂ જઇને માહિતી મેળવી, ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કર્યા. ટૂંક સમયમાં મને ઘાસ કાપવાના મશીન પર રૂ. ૩૫ હજારની ૭૫% સહાય મળી, જેથી માત્ર રૂ. ૩ હજારમાં ઘાસ કટર મશીન મળ્યું. સરકારની આ યોજનાએ મને પશુપાલનમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપી છે.

આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીને લાગ્યો જેકપોટ, JioHotstar ને માત્ર દોઢ મહિનામાં અધધ આટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ મળ્યા..

 

તેમણે વધુમાં જણાવ્યું કે, ઘાસ કાપવાના મશીનથી ઘણો ફાયદો છે. અગાઉ વાઢેલા ઘાસને સીધું પશુઓને નીરવાથી ખૂબ બગાડ થતો હતો. તેમજ ઘાસને હાથથી કાપતા હતા, જેના પરિણામે ઘાસ વેસ્ટેજ જતું હતું. હવે મશીન દ્વારા ઘાસ કાપવાના કારણે ઘાસ બારીક ટુકડાઓમાં વહેંચાઇ જતા બગાડ નહિવત થાય છે. મશીનની મદદથી પશુઓને યોગ્ય સમયે અને સરળતાથી ઘાસ ખવડાવી શકાય છે, જેના પરિણામે દુધ-ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે એમ જણાવી મશીનની સહાય બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

. . . . . . . . . . . . . . .
(ખાસ લેખ: મેહુલ વાંઝવાલા)

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed. 

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version