Site icon

Board Exams : સુરત જિલ્લામાં આ તારીખ સુધી યોજાનારી ધો.10 અને 12ની પરીક્ષા અંગે અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું..

Board Exams : સુરત જિલ્લામાં આગામી તા.૧૧ થી ૨૬ માર્ચ સુધી યોજાનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા અંગે અધિક મેજીસ્ટ્રેટનું જાહેરનામું. પરીક્ષાના સમયગાળા દરમિયાન ચારથી વધુ વ્યક્તિ ભેગા થવા, લાઉડસ્પીકર વગાડવા, ઝેરોક્ષ ચાલુ રાખવા કે વાહનો ઊભા કરવા પર પ્રતિબંધ

Announcement of the Additional Magistrate regarding the examination of class 10 and 12 to be held in Surat district till this date.

Announcement of the Additional Magistrate regarding the examination of class 10 and 12 to be held in Surat district till this date.

News Continuous Bureau | Mumbai 

Board Exams : આગામી તા.૧૧/૩/૨૦૨૪થી ૨૬/૩/૨૦૨૪ સુધી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા રાજ્યભરમાં યોજાનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષા સુરત ( Surat ) જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ કેન્દ્રો પર લેવાનાર છે. જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ( Students ) કોઈ ખલેલ નાં પહોંચે અને શાંતિમય વાતાવરણ જળવાય રહે એ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ( District Magistrate ) શ્રી વિજય રબારીએ પરીક્ષણ સમયગાળા દરમિયાન પરીક્ષા કેન્દ્રોથી ( examination centres ) ૧૦૦ મીટરના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે મુજબ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર ચાર કરતા વધુ વ્યક્તિઓને એકત્ર થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા ઉપર, ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા પર. વાહનો ઉભા રાખવા પર, પરીક્ષા કેન્દ્રના બિલ્ડીંગમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈપણ કર્મચારીઓ(સરકારી પ્રતિનિધિ સિવાય) મોબાઈલ ફોન, ઈલેકટ્રોનિક્સ ડિવાઈસ અથવા કોમ્યુનિકેશન ડિવાઈસ કે સિસ્ટમ રાખવા/લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Karnataka : કર્ણાટક વિધાનસભાની બહાર પાકિસ્તાન ઝિંદાબાદના નારા મામલે હવે મળ્યા ફોરેન્સિક પુરાવાઃ અહેવાલ…

 આ હુકમ લગ્નના વરઘોડા, સિનેમા, ટાઉનહોલ, સ્મશાન યાત્રા કે પરીક્ષા વ્યવસ્થામાં રોકાયેલા અને પ્રાર્થના માટે જતી બોનાફાઇડ વ્યક્તિઓને તેમજ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવીને ભરાતી સભાને લાગુ પડશે નહિ. અ હુકમનો અમલ તા.૧૧/૩/૨૦૨૪થી ૨૬/૩/૨૦૨૪ સુધી કરવાનો રહેશે અને તેનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.  

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version