Site icon

Surat: તા.૭ જુલાઇના રોજ સુરતમાં યોજાનારી ભગવાન જગન્નાથજી રથયાત્રા નિમિત્તે પોલીસ કમિશનરનું જાહેરનામું.

Surat: ટ્રાફિક સમસ્યા નિવારવા સુરત ના તા.૦૭/૦૭/૨૦૨૪નાં રોજ સવારે ૬:૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી વિવિધ મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ.

Announcement of the Commissioner of Police on the occasion of Lord Jagannathji Rath Yatra to be held in the surat on July 7

Announcement of the Commissioner of Police on the occasion of Lord Jagannathji Rath Yatra to be held in the surat on July 7

News Continuous Bureau | Mumbai

Surat:  સુરતમાં તા.૦૭/૦૭/૨૦૨૪નાં રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ( Jagannath Rath Yatra ) ધ્યાને લઈને ટ્રાફિક નિયમનના ભાગરૂપે પોલીસ કમિશનરશ્રી અનુપમ સિંહ ગહલૌતે એક જાહેરનામા દ્વારા સુરત ના વિવિધ મુખ્ય માર્ગો ( Surat Roads ) ઉપર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 

Join Our WhatsApp Community

             જાહેરનામા અનુસાર સુરતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ( Rath Yatra ) રેલ્વે સ્ટેશનથી શરૂ થઇ દિલ્હીગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રીજ નીચે સહારા દરવાજાથી બ્રીજ નીચે રીંગરોડ ટેક્ષટાઇલ માર્કેટથી માનદરવાજાથી ઉધના દરવાજા બ્રીજ નીચેથી મજુરાગેટથી અઠવાગેટથી સરદાર બ્રીજ થઇને ગુજરાત ગેસ સર્કલથી ચોક્સીવાડી ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટીયાથી રામનગરથી મોરાભાગળથી સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રીજ નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઇ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધીના મુખ્ય માર્ગ ( Surat Traffic ) ઉપર પૂર્ણ થનાર છે. જેથી તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ સવારના ૬.૦૦ વાગ્યાથી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. આ દિવસ દરમિયાન આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરી શકાશે. તેમજ રથયાત્રા જે રસ્તા પરથી પસાર થઇ ગયા બાદ તે રસ્તા પરથી વાહનો અવર જવર ( Transportation ) કરી શકશે. આ જાહેરનામું ફરજ પરના પોલીસ વિભાગના વાહનો, આવશ્યક સેવાના વાહનો, ફાયર, એમ્બ્યુલન્સ SMCના વાહનો અને ગુજરાત સરકાર શ્રીના તમામ વાહનોને અગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic Curbs : અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન, મુંબઈના ટ્રાફિકમાં ફેરફાર, કેટલાક રૂટ પર રહેશે પ્રતિબંધ, ટ્રાફિક પોલીસે જારી કરી એડવાઇઝરી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version