News Continuous Bureau | Mumbai
Kendriya Vidyalaya Surat: સુરતની કેન્દ્રીય વિદ્યાલય નંક્રમાંક:૩-ONGC ખાતે ફિટ ઈન્ડિયા અંતર્ગત વાર્ષિક સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓએ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
મુખ્ય અતિથિ આર.કે.મિશ્રા (મુખ્ય પ્રબંધક HR વિભાગ-ONGC,સુરત)એ ( Kendriya Vidyalaya Surat ) વિદ્યાર્થીઓને પ્રતિબદ્ધતા અને પ્રમાણિકતા સાથે રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરની સિદ્ધિઓ માટે એવોર્ડ અને સન્માન આપીને અભિનંદન પણ આપ્યા હતા.

Annual Sports Day celebration under ‘Fit India’ at Kendriya Vidyalaya- ONGC, Surat
સ્પોર્ટ્સ ડેનું ( Sports Day ) ઉદ્દઘાટન ખેલાડીઓને મશાલ આપીને ઉત્સાહ અને ખેલદિલીના પ્રતિક ફુગ્ગાઓ આકાશમાં ઉડાવીને કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ કોર્ડીનેટર હિંમતસિંહે વિદ્યાર્થીઓને વિવિધ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ અને નિયમો વિશે માહિતગાર કર્યા હતા. વિદ્યાર્થીઓ માટે લીંબુ રેસ, બોરી દોડ, થ્રી લેગ રેસ, ૩૦ મીટર, ૫૦ મીટર અને 100 મીટર રેસ, રિલે રેસ અને ટગ ઓફ વોર જેવી રસપ્રદ રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી.
Annual Sports Day celebration under ‘Fit India’ at Kendriya Vidyalaya- ONGC, Surat
આ સમાચાર પણ વાંચો: PM Modi Rajasthan : PM મોદી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની લેશે મુલાકાત, આ ઇન્વેસ્ટમેન્ટ સમિટ સહીત LICની ‘વીમા સખી યોજના’નો કરશે શુભારંભ..
પુરૂષ અને મહિલા શિક્ષકો માટે રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી. આચાર્ય રાજેશ કુમાર, સ્પોર્ટ્સ કોચ અનુ ભાટિયાએ તમામ શિક્ષકો, મુલાકાતીઓ અને વિદ્યાર્થીઓનો ( Kendriya Vidyalaya ) આભાર વ્યક્ત કર્યો હતો. મંચનું સંચાલન દિલીપ શર્મા, પાર્થ શુક્લા અને પિયૂષ ઉપાધ્યાયે કર્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.