News Continuous Bureau | Mumbai
Ghas Chara Vikas Yojana: ભારતીય સંસ્કૃતિની વિભાવનાને સાકાર કરવાના ઉદ્દેશથી અને ગુજરાતને ( Gujarat ) સ્વર્ણિમ વિકાસની દિશામાં અગ્રેસર કરવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની હેઠળ અનેકવિધ યોજનાઓ અમલમાં છે. ગ્રામ પંચાયત, ગૌશાળા ( Gaushala ) અને પાંજરાપોળોના ગોંચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં છે. જેમાં ગ્રામપંચાયત, ગોશાળા અને પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ ૨૦ હેક્ટર વિસ્તારમાં પ્રતિ હેક્ટર દિઠ ખર્ચના ૭૫ % મુજબ વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦/- એટલે કે કુલ ૨૦ ટેક્ટરના મહતમ રૂ.૧૫ લાખ સહાય મળવાપાત્ર થશે.
આ ઉપરાંત ધાસચારા માટે સુધારેલ બિયારણ પુરૂ પાડવાની યોજના હેઠળ લાભાર્થી સંસ્થાને મકાઈની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૧૦ કિટ, જુવારની પ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૫૦ કિટ અને ઓટની ૫ કિ.ગ્રાની એક કિટ લેખે મહતમ ૫ કિટ તથા રજકાની ૨ કિ.ગ્રાની એક કિટ લેખે મહત્તમ ૨૦ કિટ ફાળવવામાં આવશે. જે તે સંસ્થાએ તા.૩૦/૦૭/૨૦૨૪ સુધીમાં https://ikhedut.gujarat.gov.in/ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ સમાચાર પણ વાંચો : Jammu-Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 4 સુરક્ષા જવાનો શહીદ, આ આતંકી સંગઠન લીધી હુમલાની જવાબદારી..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed
