News Continuous Bureau | Mumbai
Surat: બંધ પડેલા ટ્યૂબવેલ અને બોરવેલમાં બાળકોના પડી જવાના અકસ્માતો તેમજ ચાલુ, બાંધકામ ( Construction ) હેઠળ કે બંધ હાલતના બોર/કુવાઓને કારણે અકસ્માત/દુર્ઘટના નિવારવા માટે ગ્રામ્ય/તાલુકાઅને જિલ્લા સ્તરે નોડલ અધિકારીઓની ( Nodal Officers ) નિમણુંક કરવામાં આવી છે. જે મુજબ સુરત જિલ્લા માટે જિલ્લા કક્ષાએ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ વિભાગ(પંચાયત)- સુરત, તાલુકાકક્ષાએ સંબંધિત તાલુકાના તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગામના તલાટી કમ મંત્રીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે.
નિયુક્તિપામેલા નોડલ અધિકારીઓ તેમના અધિકારક્ષેત્રમાં આવતા બોર/કુવાઓ થકી ( well ) કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એ માટે ચાલુ, બાંધકામ હેઠળ અને બંધ બોર/કુવાઓની ફરતે જરૂરી બેરીકેડીંગ સહિતના તકેદારીના તમામ પગલા લેશે. આ કામગીરી યોગ્ય રીતે થઈ શકે એ માટે ગ્રામ્યકક્ષાના નોડલ ઓફિસરો પોતાનો કાર્ય અહેવાલ તાલુકા કક્ષાના નોડલ ઓફિસરોને, તાલુકા કક્ષાના નોડલ ઓફિસરો જિલ્લા કક્ષાના નોડલ ઓફિસરો મારફતે મોકલશે. જિલ્લાકક્ષાના નોડલ ઓફિસર અને કાર્યપાલક ઈજનેર, સિંચાઇ વિભાગ(પંચાયત)-સુરત દ્વારા મહાનગરપાલિકા ( Surat Municipality ) , નગરપાલિકા વિસ્તાર સહિતના સમગ્ર સુરત જિલ્લાનો અહેવાલ જિલ્લા કલેક્ટરને મોકલશે એમ જિલ્લા કલેક્ટરશ્રી-સુરતની યાદીમાં જણાવાયું છે.
આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi: દેશમાં લોકસભા ચૂંટણીમાં એનડીએ બહુમતીને પાર, ભાજપ તેના ઐતિહાસિક જીતના માર્ગ તરફ આગળ વધી રહી છેઃ પીએમ મોદી
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
