Surat: સુરત જિલ્લાના બારડોલી નગર ખાતે દર સોમવારે અને ગુરૂવારે સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો દ્વારા ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવે છે

Surat: ગુજરાતના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે 'મિશન મૉડ' પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લામાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.

News Continuous Bureau | Mumbai 

Surat:  ગુજરાતના ખેડૂતો વધુમાં વધુ  પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ‘મિશન મૉડ’ ( Mission Mode ) પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બને તે માટે સુરત જિલ્લામાં ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ખેડુતોને ઘર આંગણે પોતાની ખેતપેદાશોનું વેચાણ કરી શકે તે માટે જિલ્લાના આત્મા પ્રોજેકટના સહયોગથી બારડોલી તાલુકા મથકે દર સોમવારે અને ગુરૂવારે સાંજના ૪.૩૦ થી ૭.૩૦ વાગ્યા સુધી સ્વરાજ આશ્રમ ખાતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો ( Farmers ) દ્વારા પોતાના શાકભાજી, કઠોળ, અનાજ જેવી ખેતપેદાશો પોતાની ખેતપેદાશોનું વેચાણ ( vegetables selling ) કરવામાં આવે છે.  

Join Our WhatsApp Community
At Bardoli Nagar in Surat District, agricultural produce is sold by organic farmers at Swaraj Ashram every Monday and Thursday.

At Bardoli Nagar in Surat District, agricultural produce is sold by organic farmers at Swaraj Ashram every Monday and Thursday.

રસાયણમુકત ખેતીથકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતો પ્રયાસ કરી રહ્યા છે. બારડોલીના ( Bardoli ) નગરજનો પણ શુધ્ધ અને સાત્વિક ખેતપેદાશોની હોશે હોશે ખરીદી કરી રહ્યા છે. જેથી વધુમાં વધુ પ્રજાજનો પ્રાકૃતિક ખેતી ( Natural Agriculture Campaign ) કરતા ખેડુતો પાસેથી ખરીદી કરીને પ્રોત્સાહન આપે તેજ સમયની માંગ છે.

At Bardoli Nagar in Surat District, agricultural produce is sold by organic farmers at Swaraj Ashram every Monday and Thursday.

આ સમાચાર પણ વાંચો:  Lok Sabha Election Result 2024: આ નવી લોકસભામાં જનારા આટલા ટકા સાંસદો છે કરોડપતિ, જાણો કઈ પાર્ટીના સાંસદ છે સૌથી અમીર

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version