News Continuous Bureau | Mumbai
E- Auction: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( ARTO ), બારડોલી ( ARTO Bardoli ) દ્વારા મોટર સાયકલ વાહનની GJ19BL ,મોટરકારની GJ19BJ તથા ઑટો રિક્ષાની GJ19 WB અને ભારે વાહનોની GJ19Y સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ( Vehicle Number Plate ) રી ઈ-ઓક્શન થશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૫ થી ૧૭ જુલાઇ અને હરાજી તા.૧૭ થી ૧૯ જુલાઇ ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. મોટરકાર/ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોમાં ગોલ્ડન નંબરો ( Golden Number plate ) માટે ઓછામાં ઓછી રૂ.૪૦,૦૦૦ અને સિલ્વર નંબરો માટે રૂ.૧૫,૦૦૦ જેટલી ફી રહેશે.
પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી
http:/ parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાન ૫ દિવસમાં નાણાં જમા કરાવવાની રહશે.અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો મુળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે.
આ સમાચાર પણ વાંચો: PM Narendra Modi : તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
હારજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણા દિન-૫ માં ભરપાઇ કરવા માટે SMC કે E-Mail થી જણાવવામાં આવશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, બારડોલીની યાદીમાં જણાવાયું છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.