Site icon News Continuous Bureau | Mumbai

E- Auction: બારડોલી ARTO દ્વારા મોટર સાયકલ વાહન, મોટરકાર, ઑટો રિક્ષાની અને ભારે વાહનોનાં પસંદગીના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું રી ઈ-ઓક્શન થશે

E- Auction: તા.૧૫ થી ૧૭ જુલાઇ ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે

Bardoli ARTO will conduct re-auction of selected golden and silver numbers of motor cycle vehicles, motorcars, auto rickshaws and heavy vehicles.

Bardoli ARTO will conduct re-auction of selected golden and silver numbers of motor cycle vehicles, motorcars, auto rickshaws and heavy vehicles.

News Continuous Bureau | Mumbai

E- Auction: સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( ARTO ), બારડોલી ( ARTO Bardoli ) દ્વારા મોટર સાયકલ વાહનની GJ19BL ,મોટરકારની GJ19BJ તથા ઑટો રિક્ષાની GJ19 WB અને ભારે વાહનોની GJ19Y સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ( Vehicle Number Plate )  રી ઈ-ઓક્શન થશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૫ થી ૧૭ જુલાઇ અને હરાજી તા.૧૭ થી ૧૯ જુલાઇ ૨૦૨૪ દરમિયાન કરવામાં આવશે. મોટરકાર/ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનોમાં ગોલ્ડન નંબરો ( Golden Number plate ) માટે ઓછામાં ઓછી રૂ.૪૦,૦૦૦ અને સિલ્વર નંબરો માટે રૂ.૧૫,૦૦૦ જેટલી ફી રહેશે.  

Join Our WhatsApp Channel

              પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી 

http:/ parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે. અરજદારે હરાજીની પ્રક્રિયા પુર્ણ થયાન ૫ દિવસમાં નાણાં જમા કરાવવાની રહશે.અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચુકવવામાં નિષ્ફળ જાય તો મુળ ભરેલી રકમને જપ્ત કરી ફરીવાર હરાજી કરવાની રહેશે.ઓનલાઇન ઓક્શન દરમિયાન અરજદારે RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે.

આ સમાચાર પણ વાંચો:  PM Narendra Modi : તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

          હારજીની પ્રક્રિયામાં સફળ થયેલા અરજદારને સફળ ગણી બાકીના નાણા દિન-૫ માં ભરપાઇ કરવા માટે SMC કે E-Mail થી જણાવવામાં આવશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, બારડોલીની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Surat Organ Donation Rakshabandhan એક રાખડી, બે પરિવાર અને અમર પ્રેમ સ્વર્ગસ્થ ભાઈના ધબકતા હૃદય ને રાખડી બાંધી બહેને ઉજવ્યો રક્ષાબંધનનો તહેવાર
Vande Bharat Stone Pelting મુંબઈઅમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, ટ્રેનમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સવાર હતા.
Surat Rakhi Fair કૃષિ મંગલ હોલ ખાતે આયોજિત ૧૦ દિવસીય ‘રાખી મેળા’નો લાભ લેવા સુરતવાસીઓને અનુરોધ, તા.૨૩મી ઓગસ્ટ સુધી મેળો શરૂ રહેશે
Surat Scheduled Caste Welfare Scheme સુરત જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ૧૯,૧૭૪થી વધુ લાભાર્થીઓને રૂ. ૧૫.૫૧ કરોડથી વધુની સહાય સુનિશ્ચિત
Exit mobile version