Site icon

BIS Surat: રમકડાના નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા

BIS Surat: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી જોય એન્ટરપ્રાઇઝ

BIS Raids Toy Seller in Surat for Unlicensed Products

BIS Raids Toy Seller in Surat for Unlicensed Products

BIS Surat: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાં વેચતા વેપારી જોય એન્ટરપ્રાઇઝ, સર્વે નં-529, પ્લોટ – સી/7, પહેલા માળે ફ્લેટ નં-102 લક્ષ્મી નગર કો-ઓપ હાઉસિંગ સોસાયટી, કતારગામ મહાદેવ પાસે, કતારગામ, સુરત-395004 તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા રમકડાનું દુકાન માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતા હતા. દરોડા દરમિયાન વેપારી પાસેથી 24 બોક્સ માં ISI માર્ક વગરના રમકડાં મળી આવ્યા હતા અને જપ્ત કરી લીધા.

Join Our WhatsApp Community

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર 11(4)/9/2017-CI મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા સ્પષ્ટપણે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યુરો અધિનિયમ 2016 ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 200000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો :Maharashtra Politics : BMC ચૂંટણી પહેલા ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, UBT ના આ મહિલા નેતા શિંદે સેનામાં જોડાયા..

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકરની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, सुरत 395001 (डोन नं. 0261 29900712991171, 2992271, 2990690) પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version