Site icon

BIS Raid: હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરનનું ઇ-કોમર્સ નિર્માતા પર ભારતીય માનક બ્યુરોના દરોડા

BIS Raid: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન વેચતા વેપારી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ફ્લોર 1, બ્લોક નં.

Bureau of Indian Standards raids e-commerce manufacturer of hand blender and electric iron

Bureau of Indian Standards raids e-commerce manufacturer of hand blender and electric iron

News Continuous Bureau | Mumbai

BIS Raid: ભારતીય માનક બ્યુરોના અધિકારીઓ દ્વારા બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન વેચતા વેપારી શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ફ્લોર 1, બ્લોક નં. 29 દર્શન ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, કોમલ ઇન્ટરનેશનલ સર્કલ પાસે, 150 ફૂટ બમરોલી રોડ ઉધના, સુરત, ગુજરાત – 395017 તારીખ 28.01.2025 ના રોજ દરોડાની કાર્યવાહી કરવામાં આવી. ભારતીય માનક બ્યુરોના માન્ય લાયસન્સ લીધા વગર ઉત્પાદકો દ્વારા બનાવેલા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન દુકાન માં ઈ-કોમર્સ પ્લેટફોર્મ થી વેચાણ કરતા હતા.

Join Our WhatsApp Community

દરોડા દરમિયાન વેપારી પાસેથી ભારી માત્રા માં ISI માર્ક વગરના અને ખોટા ISI માર્ક વાળા હેન્ડ બ્લેન્ડર અને ઇલેક્ટ્રિક આયરન મળી આવ્યા હતા અને જપ્ત કરી લીધા.આ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ કિચન ઇક્વિપમેન્ટ (ગુણવત્તા નિયંત્રણ) ઓર્ડર, 2018 અને ઇલેક્ટ્રિક વાયર, કેબલ્સ, એપેરટસ અને પ્રોટેક્શન ડિવાઇસીસ અને એસેસરીઝ (ગુણવત્તા નિયંત્રણ), 2010 નું ઉલ્લંઘન છે. માન્ય ISI માર્ક વિના હેન્ડ બ્લેન્ડર (01-05-2019 થી) અને ઇલેક્ટ્રિક ઇસ્ત્રીઓ (19-10-2010 થી) વેચવા, ઉત્પાદન અને સંગ્રહ કરવો એ “BIS એક્ટ 2016” ની કલમ 17 નું ઉલ્લંઘન છે. ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા રૂ. 2,00,000/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

બેઈમાન ઉત્પાદક જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યુરોના લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન કરતા હોય છે. ભારતીય માનક બ્યુરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબંધ દરોડા કરતી હોય છે.

આ સમાચાર પણ વાંચો :  India Oman Relations: ભારત-ઓમાન વચ્ચે યોજાઈ સંયુક્ત કમિશનની બેઠક, વેપાર, રોકાણ, ટેકનોલોજી સહિત આ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું

કોઈ પણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરો ના માનકચિહ્ન ના દુરપયોગ ની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણન ના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ, ભારતીય માનક બ્યુરો, સુરત શાખા કાર્યાલય, પ્રથમ માળ, દૂરસંચાર ભવન, કરીમાબાદ એડમીન બિલ્ડિંગ, ઘોડ દોડ રોડ, સુરત – 395001 (ફોન નં. 0261 29900712991171, 2992271, 2990690) પર લખી શકે છે. ફરિયાદ ને subo-bis@bis.gov.in અથવા cmed@bis.gov.in પર ઈમેલ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Surat organic farming: પ્રાકૃતિક ખેતીમાં જૈવિક જંતુનાશકો, જંતુ નિયંત્રણ મહત્વનું: લીમડામાં રહેલું ‘એઝાડિરેક્ટીન’ નામનું સક્રિય તત્વ જંતુઓની વૃદ્ધિ અટકાવે છે
Exit mobile version