Mandvi : માંડવી તાલુકાના પરવટ ગામના ગ્રામજનોની ગ્લોબલ વોર્મિંગ સામે જૈવિક વિવિધતા ટકાવી રાખવાની ઝુંબેશ

Mandvi : દક્ષિણ ગુજરાતના વિવિધ નેટીવ પ્લાન્ટસ (સ્થાનિક વૃક્ષો) નાં અંદાજે ૫૦૦૦ હજાર જેટલા સિડસ બોલ્સ બનાવ્યા. આગામી ચોમાસામાં વૃક્ષ ઉછેર થઈ શકે એવા સ્થળોએ સીડ્સ બોલ્સ ફેંકવાથી બીજ અંકુરિત થશે અને વૃક્ષ ઉછેર થશે

News Continuous Bureau | Mumbai 

Mandvi : માંડવી તાલુકાના પરવટ ગામના ( Parvat Village ) બાળકો, મહિલાઓ, યુવાનો, આગેવાનો અને વડીલો દ્વારા સ્વયંભૂ રીતે સંગઠિત થઈ દક્ષિણ ગુજરાતના વિવિધ નેટીવ પ્લાન્ટસ (સ્થાનિક વૃક્ષો) નાં અંદાજે ૫૦૦૦ હજાર જેટલા સિડસ બોલ્સ ( Seeds ball ) (બિયારણવાળા માટીના દડાઓ) બનાવવામાં આવ્યા છે, જે આગામી ચોમાસામાં વૃક્ષ ઉછેર ( tree cultivation ) થઈ શકે એવી જગ્યાએ ફેંકી દેવાશે. જેથી આ બોલ્સમાં રહેલા બીજ અંકુરિત થઇ વૃક્ષ બનશે. આ પ્રસંગે હાજર તજજ્ઞો સાથે પર્યાવરણ તેમજ જૈવિક વિવિધતા ( Biodiversity ) અંગેની મુક્તપણે ગ્રામજનો દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..  

Join Our WhatsApp Community
Campaign to sustain biodiversity against global warming by villagers of Parvat Village of Mandvi taluka of surat

Campaign to sustain biodiversity against global warming by villagers of Parvat Village of Mandvi taluka of surat

    

Campaign to sustain biodiversity against global warming by villagers of Parvat Village of Mandvi taluka of surat

         ‘વૃક્ષો વાવો, વરસાદ લાવો, પર્યાવરણ બચાવો’ના ધ્યેય સાથે ગ્લોબલ વોર્મિંગ ( global warming ) સામે તથા જૈવિક વિવિધતા ટકાવી રાખવા માટે લુપ્ત થતી વનસ્પતિના બી એકત્ર કરતી ટીમ થકી ઉત્પલભાઇ ચૌધરી, સેજલબેન ગરાસિયા, મિતુલભાઇ ચૌધરી, કલાવતીબહેન ચૌધરી, મિતલભાઇ ચૌધરી (વદેશીયા) કમલેશભાઈ ચૌધરી (શિક્ષક), ગામના સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં ગામના યુવા મિત્રો, આગેવાનો, વડીલો, મહિલાઓ તેમજ બાળકોએ ઉપસ્થિત રહી પર્યાવરણ સંરક્ષણના ( Environment Protection ) અભિયાનમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. 

Campaign to sustain biodiversity against global warming by villagers of Parvat Village of Mandvi taluka of surat

આ સમાચાર  પણ વાંચો:  Gautam Adani: મુકેશ અંબાણીને હરાવી ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો ગૌતમ અદાણીની સંપત્તિમાં કેટલો થયો વધારો…

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gujarat under 11 athletics meet: મોબાઈલની લતને છોડી મેદાનમાં ઉતરશે ગુજરાતનું બાળપણ
Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Exit mobile version