Site icon

Ek Ped Maa Ke Naam: સુરતમાં ૭૫મા વન મહોત્સવની ઉજવણી, આ દેશવ્યાપી અભિયાન હેઠળ ગુજરાતમાં થયું નવ કરોડ વૃક્ષોનું વાવેતર.

Ek Ped Maa Ke Naam: માંડવીના ગોદાવાડી ખાતે વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના . આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ અને સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ. એક પેડ મા કે નામ' અભિયાન હેઠળ ગુજરાતમાં નવ કરોડ વૃક્ષોનું વાવેતર કરાયુ. દરેક નાગરિક પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પ કરે. વનમંત્રી મુકેશભાઈ પટેલ. ગોદાવાડી ગૌચરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું

Celebrating the 75th Forest Festival in Surat, under this nationwide campaign, nine crore trees were planted in Gujarat.

Celebrating the 75th Forest Festival in Surat, under this nationwide campaign, nine crore trees were planted in Gujarat.

News Continuous Bureau | Mumbai 

Ek Ped Maa Ke Naam: માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાનની થીમ સાથે ૭૫મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ( Forest Festival ) ઉજવણી વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા પણ આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.  

Join Our WhatsApp Community

          આ પ્રસંગે વન, પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ( Mukesh Patel ) જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે ‘એક પેડ મા કે નામ’ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવા અને ઉછેરવાનું આહવાન કર્યું છે. દુનિયામાં ‘માતૃત્વ’, મમતા અને વાત્સલ્ય સૌથી પવિત્ર હોય છે, ત્યારે માતા પુત્રના પવિત્ર સંબંધ નિભાવવા ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ગુજરાતમાં ( Gujarat ) નવ કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.  

             વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં મેઘમહેર રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસરને નાથવા અને વરસાદને ખેંચી લાવવા વૃક્ષો કારગત સાબિત થાય છે. જન્મથી લઈને મૃત્યુ સુધી લાકડાનો ઉપયોગ અનિવાર્ય છે. પર્યાવરણ પર કલાઈમેટ ચેન્જની નકારાત્મક અસરો નિવારવા વધુ ને વધુ વૃક્ષારોપણ જરૂરી છે. હવે આપણે સમાજમાં નવો ચીલો ચિતરીએ કે દરેક નાગરિકે પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવીને તેના જતન માટે સંકલ્પબદ્ધ બને.   

આ સમાચાર પણ વાંચો :  Mansukh Mandaviya : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ત્રીજી પ્રાદેશિક બેઠકની કરી અધ્યક્ષતા, આ મુખ્ય મુદ્દાઓ પર થઈ વિસ્તૃત ચર્ચા.

            મંત્રીશ્રીએ સૌ નાગરિકોને ‘એક પેડ મા કે નામ’ (  Tree planting ) અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. 

              આ અવસરે મંત્રીશ્રીઓએ અને મહાનુભાવોએ ગોદાવાડી ગૌચરમાં વૃક્ષારોપણ (  Ek Ped Maa Ke Naam Gujarat )  કરી વૃક્ષોનું જતન કરવા માટે અપીલ કરી હતી.

              આ પ્રસંગે નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) શ્રી આનંદ કુમાર, નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, તા. પંચાયત પ્રમુખશ્રી દિલિપભાઇ ચૌધરી, ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, જિ. પંચાયતના સભ્ય રોહિતભાઇ  પટેલ, અગ્રણી ભાવનાબેન ચૌધરી, ફોરેસ્ટ અધિકારીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version