Site icon

Child Labour: બાળમજૂરી નાબૂદ કરવા સુરત પોલીસ એક્શનમાં, આંજણાથી આટલા બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા

Child labour : આ બાળકો અહીં સીવણ મશીન અને પેકિંગનું કામ કરતા હતા. જેમાંથી ૩ બાળકો નેપાળના છે અને ૧૦ બાળકો ઉત્તરપ્રદેશના છે. ૧૩ બાળકોમાંથી ૫ બાળકો ૧૨ થી ૧૩ વર્ષનાં છે અને ૮ બાળકો ૧૬ થી ૧૭ વર્ષના છે.

Child Labour Surat Police action to eradicate child labour, freed so many child labourers with a vengeance

Child Labour Surat Police action to eradicate child labour, freed so many child labourers with a vengeance

News Continuous Bureau | Mumbai

Child labour : બાળમજૂરી નાબૂદી માટે જિલ્લા ટાસ્ક ફોર્સની ટીમે શહેરના આંજણામાં ટોરેન્ટ પાવર સામે આવેલી મહેશ ઇન્ડસ્ટ્રીઝ એરિયા સ્થિત નિકિતા પોલી પ્લાસ્ટ ઇન્ડિયા નામની કંપનીમાં રેડ પાડી ૧૩ બાળશ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો અહીં સીવણ મશીન અને પેકિંગનું કામ કરતા હતા. જેમાંથી ૩ બાળકો નેપાળના છે અને ૧૦ બાળકો ઉત્તરપ્રદેશના છે. ૧૩ બાળકોમાંથી ૫ બાળકો ૧૨ થી ૧૩ વર્ષનાં છે અને ૮ બાળકો ૧૬ થી ૧૭ વર્ષના છે. જેમને રેસ્ક્યુ કરી ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ વી.આર. પોપાવાલા બાલાશ્રમ-કતારગામમાં રાખવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Ahmedabad Metro Train: આવતીકાલે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો બપોરના આટલા વાગ્યા સુધી જ રહેશે કાર્યરત… જાણો કારણ..

આ કાર્યવાહીમાં શ્રમ અધિક્ષક, સહાયક શ્રમ અધિકારી, મનપાના કર્મચારીઓ અને અન્ય વિભાગોએ કાર્યવાહી કરી હતી. બાળકોના ડોકયુમેન્ટસ આવ્યા બાદ ધોરણસરની કાર્યવાહી કરાશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરતની યાદીમાં જણાવાયું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version