Child Labour: બાળમજૂરી નાબૂદ કરવા સુરત પોલીસ એક્શનમાં, ટી સ્ટોલમાં રેડ પાડી આટલા બાળકોને કરાવ્યા મુક્ત..

Child Labour: શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, પ્રયાસ ટીમ સહિતના સ્ટાફે રેડની કાર્યવાહી કરી હતી.

Child Labour Surat Police in action to eradicate child labour, raided tea stalls and freed so many children.

News Continuous Bureau | Mumbai

Child Labour:  બાળમજૂરી નાબૂદી માટેની સુરત જિલ્લા ટાસ્ક ફોર્સએ સુરત રેલ્વે સ્ટેશન સામેના ઉના પાણી રોડ પર આવેલ અલખલિલ ટી સ્ટોલ પર દરોડા પાડ્યા હતા, જેમાં ઉનથી ૧૨ વર્ષીય સાહિલ અને ૧૪ વર્ષીય અરમાન બદલેલ નામો) નામના કિશોરો મળી આવ્યા હતા. શ્રમ અધિક્ષક, મદદનીશ શ્રમ અધિકારી, સુરત મનપાના કર્મચારીઓ, પ્રયાસ ટીમ સહિતના સ્ટાફે રેડની કાર્યવાહી કરી હતી. બિહારનો ૧૭ વર્ષનો તબ્રેજ આલમ અને ઉત્તરપ્રદેશનો ૧૩ વર્ષનો અશફાક અહીં ટી સ્ટોલમાં હેલ્પર તરીકે કામ કરતા હતા. બિહારના કાલુપુરનો જ્યારે અરમાન ઉત્તરપ્રદેશનો વતની છે. બંને ઉનમાં અમદાવાદી બિરયાની હોટલમાં હેલ્પર તરીકે કામ કરી રહ્યા હતા. બંને કિશોરોને બાળ કલ્યાણ સમિતિ (CWC)ના આદેશ મુજબ સુરતના વી.આર. પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં રાખવામાં આવ્યા છે. બંનેના દસ્તાવેજોની ચકાસણી પૂરી થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે એમ નાયબ શ્રમ આયુક્ત કચેરી-સુરત દ્વારા જણાવાયુ છે.

Join Our WhatsApp Community

Surat Police in action to eradicate child labor, raided tea stalls and freed so many children.

આ સમાચાર પણ વાંચો : Vice President: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આ તારીખે લેશે કર્ણાટકની મુલાકાત..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Warli Art: દાદરા નગરહવેલીના દૂધની ગામના આદિવાસી પરિવારે વારલી આર્ટથી આત્મનિર્ભરતા અને સ્વદેશીની ભાવનાને આપી નવી ઉંચાઈ
Sadeli Art: લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું ૧૫૦ વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો સુરતનો પેટીગરા પરિવાર
Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
Surat Extra Bus Service: દિવાળીના તહેવાર દરમિયાન નિગમ દ્વારા રાજ્યમાં એક્સ્ટ્રા કુલ ૨૬૦૦ ટ્રીપો સંચાલિત કરાશે: જેનો રાજ્યના પાંચ લાખથી વધુ મુસાફરોને મળશે લાભ
Exit mobile version