CII Gujarat :અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ

CII Gujarat : નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શન માટે દરેક ઉદ્યોગપતિઓનો એક સૂર

CII Gujarat's First Renewable Energy Conference Held at Marriott Hotel

News Continuous Bureau | Mumbai

CII Gujarat : અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી.

Join Our WhatsApp Community


કોન્ફરન્સમાં વન મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે. ક્લાઈમેટ ચેન્જ એ મંથર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે. ક્લાઈમેટ સામે લડવું એ આપણી અંગત નહી પણ સામુહિક જવાબદારી છે. જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :World Meditation Day: અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સામૂહિક ધ્યાન શિબિર યોજાઈ
વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર એશિયામાં ક્લાઈમેન્ટ ચેન્જની મુહિમ સૌ પ્રથમ ગુજરાત રાજ્યથી પ્રાંરભ કર્યો હતો. વર્ષ ૨૦૦૯થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્લાઈમેટ ચેન્જ વિશે સમગ્ર વિશ્વને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. વર્ષ ૨૦૭૦ સુધીમાં ભારતને નેટ ઝીરો કાર્બન એમિશન દેશ બનાવવા અને આ સંકલ્પને સાકાર કરવા ૨૦૩૦ સુધીમાં નોન ફોસિલ એનર્જી કેપેસિટી ૫૦૦ ગીગા વોટ સુધી લઈ જવાની અને કુલ ઉર્જા જરૂરિયાતના ૫૦ ટકા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી મેળવવાની વડાપ્રધાનની નેમ છે એમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.


પર્યાવરણ મંત્રી એ કહ્યું કે, ૨૦૩૦ સુધીમાં એક મિલિયન કાર્બન એમિશન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે. સાથે મિશન ગ્રીન હાઈડ્રોજન હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં વાર્ષિક પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્ય છે જેમાં ગુજરાત રાજ્ય મહત્તમ યોગદાન આપશે અન ગુજરાતે આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે 3 મિલિયન મેટ્રિક ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે, એમ મંત્રીશ્રીએ વધુમાં વિગત આપી હતી.

આ સમાચાર પણ વાંચો  :Adani Foundation: સશક્ત ઉમરપાડા માટે અદાણી ફાઉન્ડેશનના સંકલિત પ્રયત્નો

વન મંત્રીશ્રી એ કહ્યું હતું કે, વિશ્વમાં સૌથી વધુ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં આપણે બીજા સ્થાને પહોંચ્યા છીએ. સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત રાજ્ય ૧૬ ટકા હિસ્સો ધરાવે છે. દક્ષિણ ગુજરાત સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગનું હબ બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ વર્ષ ૨૦૩૦ સુધીમાં ઝીરો કાર્બન ઉત્સર્જન સાથે કેન્દ્ર સરકારના ક્લિન એનર્જી મિશનને વેગ આપવા રિન્યુએબલ એનર્જી ઈન્ડસ્ટ્રીઝ એ એક સૂર વ્યક્ત કર્યો છે તે સરાહનિય છે.
વડાપ્રધાનનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રીન હાઈડ્રોજન હબ બનાવા માટે સજ્જ છે. સરકારે ગ્રીન હાઈડ્રોજનનાં ઉત્પાદન માટે ખાસ લેન્ડ પોલિસી બનાવી છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાને દેશમાં ફ્યુચરીસ્ટીક એનર્જીં ડિમાન્ડને પહોંચી વળવા માટે ક્લીન અને ગ્રીન એનર્જી દ્વારા ગ્રીન ગ્રોથ પર ભાર મૂક્યો છે. ગુજરાત રાજ્ય દેશભરમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન ક્ષેત્રે અગ્રીમ છે એમ તેમણે ઉમેર્યું હતું.


વધુમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, નવી નવી ટેક્નોલોજી થકી રિસાયકલ કચરાનો ઉપયોગ કરીને તેમજ કોમન બોઇલર ફેસિલિટીથી કાર્બન એમિશન ઘટાડવામાં મદદ રૂપ થઈ રહ્યું છે. નેટ ઝીરો માટે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા પૂરતું નથી પણ સાથે પ્લાસ્ટિક અને પાણીનો વપરાશ પણ ઘટાડવો પડશે એમ તેમણે કહ્યું હતું.

આ સમાચાર પણ વાંચો  :Mumbai Local mega block : મુંબઈગરાઓ, રવિવારે આ રેલવે લાઇન પર રહેશે મેગાબ્લોક! ઘરની બહાર નીકળતા પહેલા જાણો સમયપત્રક… નહીં તો થશે હેરાનગતિ
આવનાર સમયમાં વિશ્વની સૌ પ્રથમ ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાતમાં થશે અને કોઈ પણ નવી શરૂઆત માટે રોલ મોડલ ગુજરાતથી થાય છે. રિન્યુએબલ એનર્જી થકી આવનાર સમયમાં નવી રોજગારી સર્જન થશે.
પેનલ ડિસ્કશન સેશનમાં વિષય નિષ્ણાંતો દ્વારા Wind Power – Unlocking india’s Wind energy potential, Solar Power – Scaling Solar Energy for sustainable Growth અને hydrogen – the next frontier in Clean Energy જેવા અગત્યના મુદ્દાઓ પર ચિંતન અને મંથન કરવામાં આવ્યું હતું. આ સાથે રિન્યુએબલ ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓએ પોતાનું વિઝન અને લક્ષ્ય સૌને માહિતગાર કર્યા હતા.
આ અવસરે AMI ઓર્ગેનિક લિ. અને CII દક્ષિણ ગુજરાત ઝોનલ કાઉન્સિલ & મેનેજિંગ ડિરેક્ટર નરેશ પટેલ, Rayzon સોલરના ફાઉન્ડર એન્ડ મેનેજિંગ ડિરેક્ટર ચિરાગ નાકરાણી, Teravon ગ્રીન એનર્જી લિ.ના અનિરૂધ્ધસિંહ મેથિયા, KP ગ્રુપના CEO ડો. આલોક દાસ, વારી ગ્રુપના ચેરમેન ક્ષ મેનેજિંગ ડિરેક્ટરના હિતેશ દોષી (વચ્યુઅલી), AMNS ઈન્ડિયાના વૈભવ પોખરણા, ક્રિશક ભારતી કો.ઓ.લિ.ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી. ચંન્દ્ર મોહન, પ્રવિણ લેબોરેટરીઝના VC હેતુલ મેહતા સહિત સોલર અન ગ્રીન એનર્જી ઈન્ડસ્ટ્રીઝના ઉદ્યોગપતિઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Surat organ donation: નવી સિવિલ-લ હોસ્પિટલ ખાતે બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન
Natural Vegetables: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૦ :સુરત જિલ્લો
Surat Bullet Train: ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા
fiber for weight loss:‘ફેટ ટુ ફિટ’ બનવા માટે બસ આટલું કરો : ફાઈબરની મદદથી મેદસ્વિતાને ભગાવો!
Exit mobile version